India

'NEET વિરોધી દેખાવોમાં પેલેટ ગનના ઉપયોગની હતી મંજૂરી...', CRPF ના રિપોર્ટમાં ધડાકો

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં 20 જુલાઈએ થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાં થયેલી હિંસક અથડામણમાં 47 જવાનો અને 3 થી 5 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. રિપોર્ટ મુજબ, SOPs અને રમખાણ-વિરોધી નિયમોનું પાલન કરીને જ પેલેટ ગનનો ઉપયોગ કરાયો હતો. આ મામલો હાલ ન્યાયાધીન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'NEET વિરોધી દેખાવોમાં પેલેટ ગનના ઉપયોગની હતી મંજૂરી...', CRPF ના રિપોર્ટમાં ધડાકો

Pellet Gun Use In NEET Protest : 20 જુલાઈએ NEET પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) અને રમખાણ-વિરોધી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

હિંસા રોકવા તબક્કાવાર કાર્યવાહી કરાઈ

રિપોર્ટ અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન પહેલા ચેતવણી અપાઈ હતી, પછી આંસુ ગેસ અને લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતાના ઉપાયો અજમાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ભીડ બેકાબૂ બની ત્યારે જ અંતિમ વિકલ્પ તરીકે પેલેટ ગન જેવા બિન-ઘાતક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

47 જવાનો અને 5 પ્રદર્શનકારીઓ ઘાયલ

આ હિંસક અથડામણમાં ધાતુના ધરાઓ વાગવાથી લગભગ 3 થી 5 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. બીજી તરફ, પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવેલા પથ્થરમારા અને લોખંડની રેલિંગ વડે કરાયેલા હુમલામાં RAF ના 47 જવાનો ઘાયલ થયા હતા, જેમાં 6 જવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

દિલ્હી પોલીસની મંજૂરી બાદ જ બળપ્રયોગ

RAFના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષ અધિકારી અથવા સ્થાનિક ACP/DCP ની લેખિત મંજૂરી મળ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ પણ આદેશ મૌખિક આપવામાં આવ્યો નહોતો. CRPF ના DG જીપી સિંહે જણાવ્યું છે કે, આ મામલો હાલ ન્યાયાધીન છે અને બળની સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોર્ટના આદેશોનો સંદર્ભ

રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના 2016 ના એક મહત્વના આદેશનો ઉલ્લેખ કરાયો છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી બેકાબૂ ભીડ હિંસા કરતી રહેશે ત્યાં સુધી બળપ્રયોગ જરૂરી છે. કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું બળ વાપરવું તે સ્થળ પરના ઈન્ચાર્જ નક્કી કરશે. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ આદેશને બહાલ રાખ્યો હતો.