India

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની 'ડીલ' પાક્કી

By GS TEAM
31 Oct 20253 mins read
TukuTouch Logo
શુક્રવારે ભારત અને અમેરિકા વચ્ચે નવો 10 વર્ષનો સંરક્ષણ કરાર (Defence Framework Agreement) થયો, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની 'ડીલ' પાક્કી

India US Defence Deal: શુક્રવારે ભારત અને અમેરિકા વચ્ચે નવો 10 વર્ષનો સંરક્ષણ કરાર (Defence Framework Agreement) થયો, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પીટ હેગસેથ દ્વારા 10 વર્ષના સંરક્ષણ કરારની જાહેરાત

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે X પર પોસ્ટ કરીને માહિતી આપી કે તેમણે રાજનાથ સિંહ સાથે આ 10 વર્ષનો અમેરિકા-ભારત સંરક્ષણ કરાર સાઇન કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'આ કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરશે.' હેગસેથના જણાવ્યા મુજબ, બંને દેશો હવે માહિતી વહેંચણી, તાલમેલ વધારવા અને ટેક્નોલોજીમાં સહયોગ ને વધુ ગાઢ બનાવી રહ્યા છે, જે તેમની સંરક્ષણ ભાગીદારીને 'પહેલા કરતાં વધુ મજબૂત' બનાવે છે.

ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોનો નવો અધ્યાય

કુઆલાલમ્પુર ખાતે અમેરિકી સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહે જણાવ્યું કે આ 10 વર્ષના મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરારથી ભારત-અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ફોન પર ત્રણ વખત વાતચીત કર્યા પછી, આજે ADMM-Plus બેઠક દરમિયાન રૂબરૂ મુલાકાત થઈ રહી છે. રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થવાથી શરૂ થયેલો આ નવો અધ્યાય, અમેરિકી સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

શુક્રવારે, આ મુલાકાત કુઆલાલમ્પુર (મલેશિયા) ખાતે આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બીજી અનૌપચારિક બેઠક દરમિયાન થઈ હતી. આ બેઠક આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ (ADMM-Plus) ના કાર્યક્રમનો એક ભાગ હતી, જે 1લી નવેમ્બરે યોજાવાનો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આસિયાનની આ બેઠકોમાં ભાગ લેશે.

અગાઉ એસ. જયશંકર અને માર્કો રુબિયોની મુલાકાત

રાજનાથ સિંહના મતે, આસિયાન બેઠકનો હેતુ ભારત અને આસિયાન દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો અને 'એક્ટ ઈસ્ટ પોલિસી'ને આગળ વધારવાનો હતો.

આ પણ વાંચો: H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ

રાજનાથ સિંહ અને અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કુઆલાલમ્પુર ખાતે ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જયશંકર અને રુબિયોએ ભારત-અમેરિકા સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ટ્રેડ ડીલ પર ચાલી રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે આ સતત ઉચ્ચ-સ્તરીય મુલાકાતો એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર વાટાઘાટો ચાલી રહી છે. જોકે, આ વાતચીત વધેલા તણાવ વચ્ચે થઈ રહી છે, જેનું કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી ને લઈને ભારત પર ડબલ ટેરિફ લગાવવામાં આવ્યો છે.