Get The App

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર મિસાઇલ છોડી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
Use of Indian Ports for War


(IMAGE - IANS)

Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયે(MEA) સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે 'ફેક અને ખોટા' છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ 'OANN' પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને 'આધારહીન' ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ 'IRIS Dena'ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની 'ન્યૂટ્રલ' છબી જાળવી રાખવા માટે મક્કમ છે.

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર મિસાઇલ છોડી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image