India

‘દરિયામાં નાંખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું...’ ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ

By GS Team
19 May 20263 mins read
TukuTouch Logo
દુનિયાભરમાં આ સમયે સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત નથી રહી, પરંતુ તેની અસર ક્રૂડ ઓઇલની કિંમતોથી લઈને ગ્લોબલ સપ્લાય અને ઇન્ટરનેટ સુધી પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે હવે આ જંગ માત્ર બે દેશોની લડાઈ નથી રહી, પણ આખી દુનિયા માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલો આ વિવાદ હવે ધીમે-ધીમે સામાન્ય લોકોની જિંદગીના દરેક હિસ્સાને પ્રભાવિત કરી રહ્યો છે. ઓઇલ અને બજાર પર અસર બાદ હવે દુનિયા સામે એક નવી ચિંતા આવી છે અને તે છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ પણ દબાણ લાવવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘દરિયામાં નાંખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું...’ ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ

Global internet shutdown threat: દુનિયાભરમાં આ સમયે સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત નથી રહી, પરંતુ તેની અસર ક્રૂડ ઓઇલની કિંમતોથી લઈને ગ્લોબલ સપ્લાય અને ઇન્ટરનેટ સુધી પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે હવે આ જંગ માત્ર બે દેશોની લડાઈ નથી રહી, પણ આખી દુનિયા માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલો આ વિવાદ હવે ધીમે-ધીમે સામાન્ય લોકોની જિંદગીના દરેક હિસ્સાને પ્રભાવિત કરી રહ્યો છે. ઓઇલ અને બજાર પર અસર બાદ હવે દુનિયા સામે એક નવી ચિંતા આવી છે અને તે છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ પણ દબાણ લાવવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.

શું ઈરાન વસૂલશે ઇન્ટરનેટ કેબલ ટોલ?

હાલમાં જ ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ ઇન્ટરનેટ કેબલ પર ટૅરિફ લગાવશે. આનો અર્થ એ થયો કે સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે દુનિયાની કંપનીઓએ ઈરાનને પૈસા ચૂકવવા પડી શકે છે. આ ચિંતાજનક બાબત છે, કારણ કે દુનિયાનું મોટાભાગનું ઇન્ટરનેટ આ જ કેબલ પર ચાલે છે. આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ, તે વાસ્તવમાં સમુદ્રની નીચે બિછાવેલી ફાઇબર કેબલ દ્વારા એક દેશને બીજા દેશ સાથે જોડે છે.

ઇન્ટરનેટનું 'કિલ સ્વિચ' હોર્મુજમાં?

આ આખા મામલાને સમજવા માટે જ્યારે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે સામે આવ્યું કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુજ'ની નીચે ઇન્ટરનેટ કેબલનું એક બહુ મોટું નેટવર્ક આવેલું છે. આ વિસ્તાર માત્ર ઓઇલના સપ્લાય માટે જ નહીં, પરંતુ ડિજિટલ દુનિયા માટે પણ અત્યંત મહત્ત્વનો છે. ઇન્ટરનેશનલ સંસ્થાના ડેટાના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વિસ્તારમાંથી FALCON, GBICS, 2Africa, SeaMeWe 6 અને AAE 1 જેવી ઘણી મોટી ઇન્ટરનેટ કેબલ્સ પસાર થાય છે, જે એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચેના ઇન્ટરનેટ ટ્રાફિકને સંભાળે છે. જો આ વિસ્તારમાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો તેની સીધી અસર કેટલાય દેશો પર એકસાથે પડી શકે છે.

આ પણ વાંચો: જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ

ભારતમાં પણ ઇન્ટરનેટ ઠપ થવાનો મોટો ખતરો

આ વિવાદ ભારત માટે પણ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આમાંની ઘણી ખરી કેબલ્સ સીધી ભારત સુધી આવે છે અને મુંબઈ તેમજ ચેન્નાઈ સાથે જોડાય છે. આ જ કેબલ ભારતને અખાતી દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જોડે છે. ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જિઓ પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલી છે. એવામાં જો આ દરિયાઈ રસ્તા પર કોઈ અવરોધ આવે છે, ફી વધે છે અથવા કેબલને નુકસાન પહોંચે છે, તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકો પર પડશે.

આજના સમયમાં ઇન્ટરનેટ માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત નથી. બૅન્કિંગ, યુપીઆઇ પેમેન્ટ, ઑફિસનું કામ, ઓનલાઇન અભ્યાસ અને મોટી કંપનીઓનો ડેટા બધું જ આના પર નિર્ભર છે. જો ઇન્ટરનેટ સ્લો થાય, મોંઘું થાય કે થોડા સમય માટે બંધ થઈ જાય, તો રોજિંદી જિંદગી ખોરવાઈ જશે. વળી, સમુદ્રની નીચે કામ કરવું સરળ ન હોવાથી જો કોઈ કેબલ ખરાબ થાય તો તેને રિપેર કરવામાં પણ ઘણો સમય લાગી શકે છે. આમ, ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે ઇન્ટરનેટ હવે એક નવો અને મોટો ખતરો બનીને ઉભરી રહ્યું છે.