India

FASTag KYC આવી રીતે કરો અપડેટ, 29 ફેબ્રુઆરી છેલ્લી તારીખ, નહીતર લાગશે ડબલ ટોલ ટેક્સ

By GS Team
12 Feb 20242 mins read
This article was originally published on 12 Feb 2024
TukuTouch Logo
જો તમે તમારી કારમાં લગાવેલા ફાસ્ટેગ માટે KYC નથી કર્યું, તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે. NHAIએ માહિતી આપી છે કે જે ગ્રાહકોએ હજુ સુધી તેમનું ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તેમના ફાસ્ટેગને ડીએક્ટીવ કરી દેવામાં આવશે. સરકારે ફાસ્ટેગ KYC અપડેટ કરાવવા માટેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. એટલે 29 ફેબ્રુઆરી પહેલા બેલેન્સ ક્લિયર કરાવવું જરુરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FASTag KYC આવી રીતે કરો અપડેટ, 29 ફેબ્રુઆરી છેલ્લી તારીખ, નહીતર લાગશે ડબલ ટોલ ટેક્સ
Image Twitter 

FASTag KYC : જો તમે તમારી કારમાં લગાવેલા ફાસ્ટેગ માટે KYC નથી કર્યું, તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે.  NHAIએ માહિતી આપી છે કે જે ગ્રાહકોએ હજુ સુધી તેમનું ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તેમના ફાસ્ટેગને ડીએક્ટીવ કરી દેવામાં આવશે. સરકારે ફાસ્ટેગ KYC અપડેટ કરાવવા માટેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. એટલે 29 ફેબ્રુઆરી પહેલા બેલેન્સ ક્લિયર કરાવવું જરુરી છે. 

NHAI એ કાર્ય નિયમોમાં ફેરફાર 

ફાસ્ટેગ સંબંધિત અનિયમિતતાઓને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. NHAI એ જાહેરાત કરી છે, કે જેમના ફાસ્ટેગના KYCની પ્રક્રિયા પૂરી નથી કરી તેવા ફાસ્ટેગને 1 માર્ચ પછી બેંક દ્વારા ડીએક્ટીવ અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પછી ભલે તેમાં બેલેન્સ હોય. તો જોઈએ ફાસ્ટેગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને KYC અપડેટ કરવું.

KYV માટે આ સ્ટેપ ફોલો કરો 

- સૌથી પહેલા તો https//fastag. ihmcl.com/ પર જવું 

- ત્યારબાદ login બટન પર ક્લિક કરવું

- પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડની ડીટેલ્સ આપવી

- જેથી વેરીફીકેશન માટે OTP જનરેટ થશે 

- ત્યારબાદ લોગિન કરીને ડેશબોર્ડ પર My Profile પર ક્લિક કરવું 

- My Profile માં તમને ફાસ્ટેગનું KYC સ્ટેટસ અને પ્રોફાઈલ ડીટેલ્સ મળી જશે 

- જો KYC પૂર્ણ ન હોય તો KYC સબ સેક્શન પર જાઓ

- ત્યાં તમારે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જેવી જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે

- આ પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો

ફાસ્ટેગ KYC પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો

- વાહન નોંધણી પ્રમાણપત્ર

- ઓળખ પુરાવો

- સરનામાનો પુરાવો

- એક પાસપોર્ટ સાઇઝનો ફોટો

- ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાન કાર્ડમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે