India

હોર્મુઝ ફરી બંધ ! નાકેબંધીની ટ્રમ્પની જાહેરાત, આજે રાત્રે ‘મહાવિનાશ’ કરવાની ધમકી, ઈરાનમાં ફરી દોડધામ

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે ત્યારે મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. આ પછી ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર 50% અમેરિકી રીફ્યુલિંગ વિમાનો તૈનાત થયા છે. ઈરાને ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે, "અમે ડરતા નથી" અને જે પણ સેના ઈરાનની ધરતી પર પગ મૂકશે, તે "ભયાનક નરકમાં" પ્રવેશ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ ફરી બંધ ! નાકેબંધીની ટ્રમ્પની જાહેરાત, આજે રાત્રે ‘મહાવિનાશ’ કરવાની ધમકી, ઈરાનમાં ફરી દોડધામ

Trump Threatens Iran Strike : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની તેમજ કડક દરિયાઈ નાકેબંધી કરવાની ખુલ્લી ચેતવણી આપી છે, જેના કારણે ઈઝરાયેલના એરપોર્ટ પર 50% અમેરિકી રીફ્યુલિંગ વિમાનો એલર્ટ થઈ ગયા છે અને હુમલાના ડરે ઈરાને પોતાના દક્ષિણ વિસ્તારના તમામ એરપોર્ટ્સ બંધ કરી દીધા છે. એક તરફ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને ઇતિહાસના મહાન યોદ્ધા ગણાવીને ટૂંક સમયમાં જ લેબનાનમાંથી ઈઝરાયેલી સેના પાછી હટશે તેવો મોટો દાવો કર્યો છે, તો બીજી તરફ હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા આ તણાવ વચ્ચે સમુદ્રમાં આશરે 6,000 નિર્દોષ નાવિકો ફસાઈ જતાં વૈશ્વિક કટોકટી ઊભી થઈ છે અને તેની સામે ઈરાને પણ અમેરિકાને 'નરક' ની સાયરન વગાડતી સામી ધમકી આપી છે.

ઈઝરાયેલના એરપોર્ટ પર અમેરિકી વિમાનો એલર્ટ
ટ્રમ્પની ચેતવણી સાથે જ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી યુદ્ધ વિમાનોની ભારે હલચલ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ખુલાસો કર્યો છે કે, 'યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ આવેલા અમેરિકી વિમાનોમાંથી આશરે 50% વિમાનો આજે પણ અહીં તૈનાત છે.' આ તમામ રીફ્યુલિંગ વિમાનો છે, જે હવામાં જ ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન પર ગમે ત્યારે હવાઈ હુમલો કરવા માટે પૂરી ઘેરાબંદી કરી લીધી છે.

નેતન્યાહૂ ઈતિહાસના મહાન યોદ્ધા: ટ્રમ્પ
તુર્કીમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મન મૂકીને વખાણ કર્યા હતા. ટ્રમ્પે નેતન્યાહૂને 'એક મહાન યુદ્ધકાલીન વડાપ્રધાન' ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ઇતિહાસમાં કોઇપણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ઇઝરાયેલ માટે એટલું કામ નથી કર્યું જેટલું તેમણે પોતે કર્યું છે.

લેબનાનમાંથી ઇઝરાયેલી સેના પાછી હટશે
મિડિલ ઇસ્ટના તણાવ વચ્ચે ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે કે ઇઝરાયેલી સેના ટૂંક સમયમાં જ દક્ષિણ લેબનાનમાંથી સંપૂર્ણપણે પાછી હટી જશે. તેમણે ઉમેર્યું કે, 'મને લાગે છે કે ઇઝરાયેલ લેબનાનમાંથી પોતાની ફોજ હટાવી લેશે કારણ કે તેઓ પોતે પણ હવે એવું જ defiance ઈચ્છે છે.' જોકે આ સૈન્ય વાપસી ક્યારે થશે તેની કોઇ ચોક્કસ સમયસીમા તેમણે જાહેર કરી નથી.

હવાઈ હુમલાના ડરે ઈરાને એરપોર્ટ્સ બંધ કર્યા
અમેરિકી હુમલાના ભય વચ્ચે ઈરાનની અંદર ભારે નાસભાગ મચી ગઈ છે. સુરક્ષાના કારણોસર ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા વ્યૂહાત્મક હોર્મોઝગાન પ્રાંતના તમામ એરપોર્ટને 'આગામી આદેશ સુધી' તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે અને તમામ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

ઈરાનની દરિયાઈ નાકેબંધી કરવાનો પ્લાન
ઈરાનની આર્થિક અને સૈન્ય કમર તોડવા માટે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ટૂંક સમયમાં જ ઈરાન પર કડક દરિયાઈ નાકેબંધી લાગુ કરશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ નાકેબંધી માત્ર ઈરાનને રોકવા માટે જ હશે, જ્યારે દુનિયાના બાકીના દેશો માટે વેપારના રસ્તા ખુલ્લા રહેશે. વધુમાં, અમેરિકા ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર બનાવવા નહીં દે.

સમંદરમાં ફસાયા 6,000 નિર્દોષ નાવિકો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા આ યુદ્ધની વચ્ચે સમુદ્રમાં સેંકડો માલવાહક જહાજો પર સવાર આશરે 6,000 જેટલા નાવિકોની જિંદગી જોખમમાં મૂકાઈ છે. ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ ચિંતા વ્યક્ત કરતા તમામ દેશોને આ યુદ્ધ રોકવા અપીલ કરી છે અને શિપિંગ કંપનીઓને નાવિકોની સુરક્ષાની ગેરંટી ન મળે ત્યાં સુધી આ રસ્તે જહાજો ન ઉતારવા સૂચના આપી છે.

અમે ડરતા નથી: ઈરાનનો વળતો પ્રહાર
અમેરિકાની આ મહાવિનાશક સૈન્ય તૈયારીઓ સામે ઈરાને પણ પોતાના તેવર બતાવ્યા છે. ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ એડમિરલ હબીબુલ્લાહ સૈયારીએ કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, 'જે પણ સેના ઈરાનની ધરતી કે તેના દરિયાઈ તટ પર પગ મૂકવાની હિંમત કરશે, તે એક એવા ભયાનક નરકમાં પ્રવેશ કરશે જ્યાંથી જીવતા બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય.'