દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે નો-યુપીઆઈ-ડે મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સરકાર દ્વારા લાદવામાં આવેલા એમડીઆર ચાર્જ સામે વધતો વિરોધ
- કાળી પટ્ટી ધારણ કરશે તથા પોતાના વિસ્તારોના સાંસદોને મળી ધરણા તથા વિરોધ પ્રદર્શન કરશે: દિલ્હીમાં મિટિંગ યોજાશે
મુંબઈ : કેન્દ્ર સરકારના યુપીઆઈના વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો વિરોધ દેશવ્યાપી ધોરણે વેપારી વર્ગમાં વધ્યો છે. આ પગલાના વિરોધમાં વેપારીઓએ બીજી ઓકટોબરે સમગ્ર ભારતમાં નો-યુપીઆઈ-ડે (યુપીઆઈ વગરનો દિવસ) તરીકે મનાવવાનું નક્કી કર્યું હોવાનું ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉદ્યોગ વ્યાપાર મંડળના વડપણ હેઠળ દેશભરના આગેવાન વિવિધ વેપારી સંગઠનોને સામિલ કરતી વિડીયો કોન્ફરન્સ મિટિંગ યોજવામાં આવી હતી તથા દેશભરના આશરે ૧૭ રાજ્યોના વેપારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના આ પગલાંનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તથા બીજી ઓકટોબરે નો-યુપીઆઈ-ડે તરીકકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું વેપારી સંગઠનોના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી ઓકટોબરે વેપારી સંગઠનો મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સરકાર વિરુદ્ધ ઝુંબેશનો આરંભ કરનાર છે.
આ ઉપરાંત દરેક રાજ્યોના વેપારી સંગઠનો પોતાના વિસ્તારમાં સંસદ સભ્યોને આવેદન પત્ર આપી વેપારીઓની નારાજગી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરશે.
દરમિયાન, ૧૦મી ઓકટોબરે દેશવ્યાપી ધોરણે વેપારીઓ પોતાના રાજ્યોમાં તથા શહેરોમાં ધરણાઓ યોજીને સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરશે તથા ૧૫મી ઓકટોબરે કાળા દિવસ તરીકે વેપારીઓ ફરી નો-યુપીઆઈ-દિવસ તરીકે મનાવી એમડીઆર ચાર્જ સામે જોરદાર વિરોધ નોંધાવશે એવું વિવિધ વેપારી સંગઠનોના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે મોબાઈલ રિટેઈલર્સ એસોસિએશન જેવા એકાદ બે સંગઠનોએ આ વિરોધમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.




