મહિલા સાંસદ સાથે ગેરવર્તણૂકના આરોપમાં TMC સાંસદ મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kalyan Banerjee Suspended From Lok Sabha : ટીએમસી નેતા કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તથા એનસીપીઆઈ (NCPI)ના કેટલાક સાંસદો વચ્ચે ગૃહમાં તીખી તકરાર થઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમાં મહિલા સભ્યો સાથે કથિત ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કરવા તથા તેમની સામે અસંસદીય ટિપ્પણીઓ કરવાના મામલે બુધવારે ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેનર્જીએ કથિત રીતે TMCના એક બળવાખોર સાંસદને ચોર પણ કહ્યા હતા, જેનાથી વિપક્ષના વિરોધ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ, લોકસભા ચેમ્બરની અંદર મુકાબલાની સ્થિતિ સર્જાઈ હતી.
લોકસભાની કાર્યવાહી બે વાર સ્થગિત થયા બાદ, બપોરે 2 વાગ્યે શરૂ થઈ, ત્યારે પીઠાસીન સભાપતિ કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ જણાવ્યું કે, આજે સાંસદ કલ્યાણ બેનર્જીએ કેટલીક મહિલા સભ્યો વિરુદ્ધ અસંસદીય ટિપ્પણીઓ કરી છે, જેની લેખિત ફરિયાદ સ્પીકર ઓમ બિરલાને મળી છે. તેમણે કહ્યું, 'આ ગૃહની ગરિમા વિરુદ્ધ છે. સાંસદનું આ વર્તન અત્યંત વાંધાજનક છે.'
અર્જૂનરામ મેઘવાલનો ગૃહમાં પ્રસ્તાવ
સમગ્ર મામલાને લઈને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, જેમણે મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કર્યો છે, તેમને હાલના સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ગૃહે આ પ્રસ્તાવને ધ્વનિમતથી સ્વીકારી લીધો, ત્યારબાદ પીઠાસીન સભાપતિ તેન્નેટીએ બેનર્જીને સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી, અને તેમને તાત્કાલિક ગૃહની બહાર જવાનો આદેશ આપ્યો.
કોની કોની સાથે બેનર્જીની તકરાર?
આ પહેલાં પણ બેનર્જીની NCPI સાંસદો એવા મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સાથે તીખી તકરાર થઈ હતી. આ ત્રણેય પહેલા TMC સાથે જોડાયેલા હતા, પરંતુ બાદમાં પક્ષ છોડીને NCPIમાં સામેલ થઈ ગયા હતા. TMC પ્રમુખ મમતા બેનર્જી પ્રત્યે વફાદાર રહ્યા હોય તેવા, બેનર્જીને ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ, સાંસદો સાથે ચર્ચા કરતા જોવામાં આવ્યા હતા. આ ટકરાવનું સાચું કારણ તરત જ જાણી શકાયું નહોતું. પરિસ્થિતિને શાંત કરવા માટે વિપક્ષના કેટલાક સાંસદોએ વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. જ્યારે કેટલાક સભ્યોએ બેનર્જીને પૂછ્યું કે, શું થયું હતું, તો તેઓ લોકસભા ચેમ્બર છોડીને ચાલ્યા ગયા હતા. આ ચર્ચા પછી, મિતાલી બાગ, કાકોલી ઘોષ દસ્તીદાર અને NCPIના અન્ય સાંસદોએ આ મુદ્દો ઉઠાવવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે તેમના ચેમ્બરમાં મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી PTIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, સ્પીકરે NCPI સાંસદોને ઘટના અંગે લેખિત ફરિયાદ આપવા કહ્યું હતું.
આ તકરાર તૃણમૂલ કોંગ્રેસમાં થયેલી મોટી ફૂટ વચ્ચે થઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હાર બાદ, TMCના લગભગ 20 સાંસદોએ નેતૃત્વ સામે બળવો કર્યો હતો, અને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) માં સામેલ થઈ ગયા હતા. બળવાખોર સાંસદોએ લોકસભામાં TMC સભ્યોથી અલગ બેસવાનું શરૂ કર્યું હતું, અને જાહેરમાં સત્તાધારી NDA સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, કલ્યાણ બેનર્જી, મમતા બેનર્જી અને TMC નેતૃત્વ પ્રત્યે વફાદાર મુખ્ય નેતાઓમાંના એક રહ્યા છે.









