India

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ

By GS Team
31 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલો ભારે રાજકીય તણાવ હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદ, હવે રવિવારે ટીએમસીના વધુ એક વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જી પર હુગલી જિલ્લામાં કથિત રીતે હુમલો અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે ચંડિતલા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર સોંપવા જઈ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ

TMC MP Kalyan Banerjee Attacked : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલો ભારે રાજકીય તણાવ હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી પર થયેલા હુમલા બાદ, હવે રવિવારે ટીએમસીના વધુ એક વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનરજી પર હુગલી જિલ્લામાં કથિત રીતે હુમલો અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે ચંડિતલા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર સોંપવા જઈ રહ્યા હતા.



કાળા ઝંડા અને ઉગ્ર વિરોધ વચ્ચે અફરાતફરી

પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણ બેનરજી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ટીએમસી સાંસદને કાળા ઝંડા બતાવ્યા હતા અને તેમના વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ અચાનક વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી અને ભીડે સાંસદને ચારેય તરફથી ઘેરી લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સાંસદ સાથે ધક્કામુક્કી તેમજ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં જ તુરંત સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

'મારા માથામાંથી લોહી વહી રહ્યું છે': કલ્યાણ બેનરજી

આ હિંસક હુમલા બાદ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ સીધો ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, "હું એકલો જ આવી રહ્યો હતો, મારી સાથે કોઈ નહોતું. ભાજપના સભ્યોએ મારી સાથે ગાળાગાળી કરી અને મારા માથા પર ડ્યૂક બોલ (ક્રિકેટનો કઠણ બોલ) થી હુમલો કર્યો. મારા માથામાંથી લોહી વહી રહ્યું છે... હવે જનતા જ નક્કી કરશે કે સાંસદોને જે રીતે સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે સાચું છે કે ખોટું."

લોકશાહી મૂલ્યો પર હુમલો

શનિવારે અભિષેક બેનરજી સાથે થયેલી હિંસક ઘટના બાદ ટીએમસીના બીજા મોટા ચહેરા કલ્યાણ બેનરજી પર થયેલા આ હુમલાએ રાજ્યના રાજકારણનો પારો ઉંચકી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને તેને લોકશાહીના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાની કડક તપાસમાં જોતરાઈ ગઈ છે અને ઘટનાસ્થળના વિડીયો ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.