India

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ

By GS Team
7 Jun 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ હિંસાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ અભિષેક બેનરજી જનતાના આક્રોશનો ભોગ બન્યા બાદ હવે કમરહાટીના વરિષ્ઠ TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે મદન મિત્રા તેમની પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર પર હુમલો થયો છે. આ સાંભળીને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં બદમાશોના એક આક્રમક જૂથે તેમની ગાડીને ઘેરી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ

Madan Mitra Car Attack: પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ હિંસાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ અભિષેક બેનરજી જનતાના આક્રોશનો ભોગ બન્યા બાદ હવે કમરહાટીના વરિષ્ઠ TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે મદન મિત્રા તેમની પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર પર હુમલો થયો છે. આ સાંભળીને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં બદમાશોના એક આક્રમક જૂથે તેમની ગાડીને ઘેરી લીધી હતી.

ગાડી પર ઇંટો-ઇંડા ફેંકવામાં આવ્યા

ધારાસભ્ય મદન મિત્રાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 'જ્યારે હું હુમલાનો ભોગ બનેલા સ્થાનિક લોકોના ઘરોની વિગતો નોંધી રહ્યો હતો, ત્યારે જ કેટલાક લોકોએ આવીને મને ચેતવ્યો કે ભગવા સ્કાર્ફ પહેરેલા 100થી 150 યુવાનોનું એક ટોળું 'જય શ્રી રામ'ના નારા લગાવતું આવી રહ્યું છે અને તેમના ઇરાદા ઠીક નથી. આ ટોળાએ બે વાર હું જ્યાં બેઠો હતો તે રૂમને ઘેરી લીધો હતો.'

રાહતની વાત એ રહી કે જ્યારે હુમલો થયો ત્યારે મદન મિત્રા કારની અંદર હાજર નહોતા. જો કે, ઉશ્કેરાયેલા ટોળાએ તેમની કાર પર ઇંટો અને ઇંડા ફેંક્યા હતા અને ગાડી આગળ વધારવાનો પ્રયાસ કરતા જ તેના ડ્રાઇવરને પકડીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: હાઈવોલ્ટેજ ડ્રામા: ચાલુ કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા

બંગાળમાં TMC નેતાઓ સામે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હાલ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સામે ઠેર-ઠેર જનતાનો ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તૃણમૂલના ધારાસભ્યોના પોસ્ટરો પર જૂતા અને ઝાડુ ફેંકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ટીએમસીના એક કાઉન્સિલરને કપડાં ઉતારીને માર મારવાની શરમજનક ઘટના પણ બની ચૂકી છે. આ ઉપરાંત, છેડતીના આરોપમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ નેતા જયપ્રકાશ મજુમદારને જ્યારે તપાસ માટે સોલ્ટ લેક સ્થિત ઓફિસે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે લોકોએ તેમના પર ઇંડાનો વરસાદ કર્યો હતો અને 'ચોર, ચોર'ના નારા લગાવ્યા હતા.