World

આશરો તો દૂરની વાત ખોરાક પણ ન મળ્યો... સ્પેનમાં ઘૂસનારા હજારો લોકો થોડા જ કલાકોમાં કેમ પાછા ફર્યા?

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
સ્પેનના સ્યુટા પ્રદેશમાં મોરોક્કોથી આવેલા 50,000 થી વધુ પ્રવાસીઓમાંથી મોટાભાગના હવે સ્વયંભૂ પાછા ફરી રહ્યા છે. ગુરુવાર-શુક્રવાર વચ્ચે સર્જાયેલા સ્થળાંતર સંકટમાં 57 લોકોના મોત થયા હતા. મોરોક્કન સુરક્ષા દળોએ લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પ્રવાસીઓને ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા ન મળતા તેઓ પરત જઈ રહ્યા છે. સ્પેનિશ PM પેડ્રો સાંચેઝે આને "પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન" ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

આશરો તો દૂરની વાત ખોરાક પણ ન મળ્યો... સ્પેનમાં ઘૂસનારા હજારો લોકો થોડા જ કલાકોમાં કેમ પાછા ફર્યા?

સ્પેનના નાના પ્રદેશ સ્યુટા (Ceuta) માં ગુરુવાર અને શુક્રવાર વચ્ચે સર્જાયેલા મોટા સ્થળાંતર (Migration) સંકટ બાદ હજારો પ્રવાસીઓ સ્વયંભૂ મોરોક્કો પરત ફરી રહ્યા છે. આ વિશાળ ક્રોસિંગ દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 57 લોકોના મોત થયા હતા. સ્પેનિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમીન અને સમુદ્ર દ્વારા પ્રવેશ કરનારા 50,000 થી વધુ પ્રવાસીઓમાંથી મોટાભાગના લોકો હવે પોતાની મેળે પાછા જઈ રહ્યા છે.

કેમ પાછા ફરી રહ્યા છે પ્રવાસીઓ?

મોરોક્કોના સુરક્ષા દળોએ સ્યુટાના પ્રવેશદ્વારો પર એકત્રિત થયેલી ભીડને રોકવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. અનેક પ્રવાસીઓએ જણાવ્યું કે સ્યુટા પહોંચ્યા બાદ તેમને ખાવા માટે ખોરાક કે આશરો મળ્યો ન હતો. તાંગિયરના એક યુવાને જણાવ્યું કે, "અમને ખબર પણ નહોતી કે અમે કેમ આવ્યા, અને હવે અમે પાછા જઈ રહ્યા છીએ."એક 20 વર્ષીય પ્રવાસી અયમને જણાવ્યું કે તેણે 5 કલાક સુધી દરિયામાં તરીને સ્યુટા પ્રવેશ કર્યો હતો, જ્યાં ન તો ખાવાનું હતું અને ન તો કોઈ સુરક્ષા વ્યવસ્થા.

અચાનક આટલી મોટી ભીડ કેમ ઉમટી?

સ્યુટાના અધિકારીઓએ આ અચાનક થયેલા પ્રવાસીઓના વધારા માટે જુલાઈની શરૂઆતમાં આવેલા સ્પેનિશ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને જવાબદાર ગણાવ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સમુદ્રમાં પકડાયેલા પ્રવાસીઓને "બોર્ડર રિજેક્શન" સિસ્ટમ હેઠળ તરત જ પાછા મોકલી શકાય નહીં. જો કે, આ નિર્ણય જમીન માર્ગે આવતા પ્રવાસીઓને લાગુ પડતો નથી.

વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું નિવેદન

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે શુક્રવારે સ્યુટાની મુલાકાત લીધી હતી અને આ સમૂહ ક્રોસિંગની આકરી ટીકા કરતા તેને "સ્પેનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન" ગણાવ્યું હતું. તેમણે માનવ તસ્કરી નેટવર્ક પર આરોપ લગાવતા કહ્યું કે આ નેટવર્કો યુવાનોને ગેરમાર્ગે દોરે છે, જેના કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. આ કટોકટીના કારણે સ્યુટાની આસપાસ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.