Get The App

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્ય પ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્ય પ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ 1 - image

Madhya Pradesh: શું તમે ક્યારેય કોઈ વાઘની શિવભક્તિ જોઈ છે? જો નથી જોઈ તો આજે અમે તમને એક વીડિયોના માધ્યમથી એક વાઘની શિવભક્તિ બતાવીશું. આ ઘટના મધ્ય પ્રદેશના એક જંગલની છે, જ્યાં વાઘ શિવલિંગ પર માથું ફેરવીને જાણે મહાદેવ પાસે કંઈક માંગી રહ્યો હોય. મધ્ય પ્રદેશના કટની જિલ્લાના ઢીમરખેડા તહસીલના સડાર જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં સ્થિત ભગવાન શિવના શિવલિંગ પર એક વાઘ પોતાનું માથું ફેરવી રહ્યો છે. વન્યજીવન અને ભક્તિના આ અનોખા સંગમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ 

સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે આ દુર્લભ નજારો ગત બુધવારનો સાંજના સમયનો છે. સડાર ગામ નજીક સ્થિત જંગલમાં મહાદેવનું એક પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાઘ ખૂબ જ શાંત સ્વભાવે શિવલિંગ પાસે પહોંચે છે અને ઘણાં સમય સુધી શિવલિંગ પર પોતાનું માથું અને જીભ ફેરવતો રહે છે. 


વિસ્તારમાં વન્યજીવોની સતત અવરજવર રહે છે

સડાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વાઘ અને દીપડાની હાજરી એ કોઈ નવી નથી. વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓના મતે આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સતત રહે છે. જોકે, માનવ વસાહતોની આટલી નજીક વાઘનું આ વર્તન ચર્ચાનો વિષય બની ગયું છે. આ ઘટનાને કેટલાક લોકો ભક્તિ સાથે જોડી રહ્યા છે, તો બીજી તરફ વન અધિકારીઓનું માનવું છે કે જંગલી પ્રાણીઓ ઘણીવાર પોતાની ગંધ છોડવા અથવા ખંજવાળ હટાવવા માટે પથ્થરો અથવા ઠોસ વસ્તુઓ પર માથું ફેરવે છે.

આ પણ વાંચો: એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

​લોકો ચમત્કાર માની રહ્યા

આ વીડિયો વાઈરલ થયા બાદ એક તરફ લોકો તેને ચમત્કાર માનીને શેર કરી રહ્યા છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છે. આ મામલે પાન ઉમરિયા રેન્જ ઓફિસર અજય મિશ્રાએ જણાવ્યું કે, આ વીડિયો સડાર ગામથી લગભગ 400 મીટર દૂરનો છે. પેટ્રોલિંગ ટીમો સતત ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ગામલોકોને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે અને જંગલ તરફ ન જવા માટે કહ્યું છે.