India

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, 3 લોકોના જીવતાં સળગી જતાં મોત, રાતે તાપણું સળગાવી સૂઈ ગયા હતા

By GS Team
22 Dec 20241 min read
This article was originally published on 22 Dec 2024
TukuTouch Logo
મધ્ય પ્રદેશમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેનાથી બચવા માટે લોકો તાપણું કરીને કાતિલ ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ શિવપુરી જિલ્લાના બૈરાડમાં ઠંડીથી બચવા માટે આ તાપણું લોકો માટે જીવલેણ સાબિત થયું. અહીં 3 લોકો જીવતા બળી ગયાની ઘટના સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, 3 લોકોના જીવતાં સળગી જતાં મોત, રાતે તાપણું સળગાવી સૂઈ ગયા હતા
Representative image 

Fire Incident In Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેનાથી બચવા માટે લોકો તાપણું કરીને કાતિલ ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ શિવપુરી જિલ્લાના બૈરાડમાં ઠંડીથી બચવા માટે આ તાપણું લોકો માટે જીવલેણ સાબિત થયું. અહીં 3 લોકો જીવતા બળી ગયાની ઘટના સામે આવી છે. 

આ પણ વાંચો: 'પરીક્ષા રદ થઈ જાય એટલે..' દિલ્હીમાં સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી


કેવી રીતે બની ઘટના? 

રાતે ઠંડીથી બચવા માટે વિચરતી પ્રજાતિના લોકો તાપણું સળગાવીને સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી. તાપણાની આગને કારણે આખું ઝૂંપડું ભડભડ સળગી ગયું હતું જેના લીધે ઊંઘમાં હોવાથી તેમને બચવાનો સમય જ ના મળ્યો. આ લોકો ઊંઘમાં ને ઊંઘમાં જ મોતને ભેટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બળી ગયેલા મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ કરવા મોકલી દીધા હતા.