'મને ચાકુ લઈને મારવાની કોશિશ કરી..', દિલ્હીમાં પપ્પુ યાદવના ઘરે પ્રેસ કોન્ફરન્સમાં ભારે હોબાળો, યુવકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pappu Yadav Knife Attack Controversy: પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક ત્યાં પહોંચ્યો અને હોબાળો શરૂ કરી દીધો. આ અંગે સાંસદે કહ્યું કે, એક યુવક પ્રેસ કોન્ફરન્સમાં ચાકુ લઈને પહોંચ્યો હતો. મારી હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમે ડરવાના નથી. જણાવી દઈએ કે પપ્પુ યાદવ સંસદ ભવનમાં રામ મંદિર દાન ચોરીના આરોપને લઈને સાધુના વેશમાં પ્રદર્શન કર્યું હતું. ત્યારથી તેઓ ચર્ચામાં છે અને તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં ચાકુ વડે હુમલાના પ્રયાસ બાદ યુવક ઝડપાયો
પપ્પુ યાદવ તે જ ઘટનાને લઈને દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે જ દરમિયાન એક યુવક ત્યાં પહોંચ્યો અને દાવો છે કે તે યુવકે પપ્પુ યાદવ પર ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પપ્પુ યાદવના સમર્થકોએ તેને પકડી લીધો અને તેમના સમર્થકોએ તે અજ્ઞાત યુવકને સાથે મારઝૂડ કરી. બાદમાં શંકાસ્પદ યુવકને પોલીસને હવાલે કરાયો હતો.
મળેલી માહિતી મુજબ પપ્પુ યાદવ વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં FIR નોંધાયા છે અને તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ જ બાબતને લઈને પપ્પુ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને તે જણાવવાના હતા કે સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થશે. તે સમયે તેમની શું વ્યૂહનીતિ હશે?
પપ્પુ યાદવના એક સમર્થકે કહ્યું કે-
પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. તે દરમિયાન મીડિયાકર્મીઓ સવાલો પૂછી રહ્યા હતા. તે જ દરમિયાન કેટલાક લોકો ઘૂસી આવ્યા અને સવાલો પૂછવા લાગ્યા. ત્યારબાદ તે લોકોએ ચપ્પલ ફેંકીને મારવાનો પ્રયાસ કર્યો. પછી ચાકુ કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે લોકોએ તેને પકડી લીધો.
પપ્પુ યાદવના મીડિયા સંયોજક હોવાનો દાવો કરનાર એક શખ્સે જણાવ્યું કે તેઓ અતીક અહેમદ પાર્ટ-2 કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ સ્થળના વીડિયો ફૂટેજની તપાસ કરી રહી છે. ચાકુવાળા દાવાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.









