India

આતંકવાદ બંધ ન થાય સુધી કોઈ ચર્ચા નહીં થાય, સિંધુ જળ કરાર પર ભારતનો પાકિસ્તાનને જવાબ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરહદ પારનો આતંકવાદ ખતમ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી પર વાતચીત શક્ય નથી. આતંકવાદ અને ચર્ચા એકસાથે ન ચાલી શકે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા હુમલાની પણ સખત નિંદા કરી છે, જેમાં 28 નિર્દોષોના મોત થયા હતા. ભારતે અફઘાનિસ્તાનને સમર્થન અને માનવીય સહાય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આતંકવાદ બંધ ન થાય સુધી કોઈ ચર્ચા નહીં થાય, સિંધુ જળ કરાર પર ભારતનો પાકિસ્તાનને જવાબ

Randhir Jaiswal On Pakistan : ભારતે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન ભારે તરફડિયા મારી રહ્યું છે, આ જ કારણે પાકિસ્તાની નેતાઓ અને તેમની આરમી અવાર-નવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન કરવામાં આવ્યું હતું, જેનો ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો છે.

આતંકવાદ અને ચર્ચા સાથે ન ચાલી શકે : ભારતનો પાકિસ્તાનને જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જ્યાં સુધી સરહદ પાર ચાલી રહેલો આતંકવાદ સંપૂર્ણ ખતમ નહીં થાય, ત્યાં સુધી સિંધુ જળ સમજૂતીને લગતી વાતચીત પણ નહીં થાય અને સ્થિતિ રાબેતા મુજબ કે ફરીથી પહેલા જેવી કરવામાં પણ નહીં આવે. ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે, આતંકવાદ અને ચર્ચા બંને એક સાથે ન ચાલી શકે. ભારત રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ સમજૂતી નહીં કરે.

ચીન-મ્યાંમાર-બાંગ્લાદેશ કૉરિડોર પર ભારતે શું કહ્યું?
આ સાથે ચીન-મ્યાંમાર-બાંગ્લાદેશ વચ્ચે આર્થિક કૉરિડોર બનાવવાના પ્રસ્તાવ પર પણ ભારતે કડક વલણ અપાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત આ કૉરિડોરને લગતા તમામ ઘટનાક્રમ અને અહેવાલો પર, તેની વ્યૂહાત્મક ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, ‘અમે આવા તમામ મુદ્દાઓ અને ઘટનાક્રમો પર સતત નજર રાખીએ છીએ. જ્યારે પણ આપણા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાની રક્ષા માટે પગલા ભરવાની જરૂર અનુભવાય છે, ત્યારે અમે કોઈપણ વિલંબ વગર જરૂરી પગલા ભરીએ છીએ.’

પાકિસ્તાનના હુમલા મામલે ભારત અફઘાનિસ્તાની સાથે
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારો એરસ્ટ્રાઈક કરીને 28 નિર્દોષોને મારી નાખ્યા હતા, ત્યારે ભારતે પાકિસ્તાની એરસ્ટ્રાઈકની કડક શબ્દોમાં ટીકા કરી છે. રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘પાકિસ્તાનના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષોના મોત થયા, જેની અમે સંપૂર્ણ નિંદા કરીએ છીએ. ભારત સરકાર મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. ભારત અફઘાનિસ્તાનના સમર્થનમાં છે.’ આ સાથે ભારતે અફઘાન પ્રજા માટેની માનવીય સહાય અને વિકાસ પ્રોજેક્ટ હંમેશા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણા મહિલાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અફઘાન પર અવાર-નવાર હુમલા કરતું રહે છે, ત્યારે ભારતે અફઘાનિસ્તાનને સમર્થન આપીને અને માનવીય સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિશ્વમાં માનવતાનું ઉદાહરણ પાડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નિવેદન મુજબ, તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાન પર કરેલા હુમલામાં 28 નાગરિકોના મોત અને 49 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજીતરફ પાકિસ્તાનને પણ વળતો જવાબ આપ્યો હોવાનો તાલિબાન સરકારે દાવો કર્યો હતો.