‘પેપર લીકના ગુનેગારો આઝાદ અને વિદ્યાર્થીઓ જેલમાં’, લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Slams PM Modi Over CJP Protest : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત દેશના ઇતિહાસના સૌથી યુવા વિરોધી PM ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે, શિક્ષણના મુદ્દે સવાલ ઉઠાવનારા બાળકો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના PM મોદી પર આકરા પ્રહાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશના ઇતિહાસના સૌથી યુવા વિરોધી વડાપ્રધાન છે. તેઓ એટલા યુવા વિરોધી છે કે, એક નિષ્ફળ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી. 152 પેપર લીક થયા, 7.5 કરોડ વિદ્યાર્થીઓ પીડિત થયા, અને સજા એક પણ ગુનેગારને ન મળી! સજા કોને મળી? મહેનતુ યુવાનોને જ્યારે આ બાળકોએ શિક્ષણ અંગે ધારદાર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે જવાબમાં લાઠી અને અટકાયત મળી. પેપર લીક કરનારા અપરાધીઓ આઝાદ છે, અને વાજબી મુદ્દા ઉઠાવનારા વિદ્યાર્થીઓને ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે. આ સરકાર માત્ર યુવાનોને નિષ્ફળ જ નથી બનાવી રહી, પરંતુ તેમના પર અત્યાચાર કરી રહી છે.'
PM દેશના યુવાનોનું સાંભળે: પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'BJP સરકારે બાળકો પર લાઠીચાર્જ કરવાના બદલે પોતાની નીતિઓ અને અક્ષમતાની સમીક્ષા કરવી જોઈએ. પહેલા NEETનું પેપર લીક થયું, પરીક્ષા રદ થઈ, અને રી-નીટ (Re-NEET)માં પણ ગડબડના અહેવાલો આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન પોતે દેખરેખ રાખશે, તો પછી આ બધું કેમ અને કેવી રીતે થઈ રહ્યું છે? વારંવાર આટલા પેપર લીક કેમ થઈ રહ્યા છે? સંસદમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થવી જોઈએ, અને વડાપ્રધાને દેશના કરોડો યુવાનોની વાત સાંભળીને તેમને જવાબ આપવો જોઈએ.'
કાયદાકીય સૂચનાઓનું પાલન કરો: પોલીસ
જંતર-મંતર પર CJPના પ્રદર્શન વચ્ચે એડિશનલ પોલીસ કમિશનર અને PRO રાજીવ રંજને પ્રદર્શનકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે એક વીડિયો મેસેજમાં જણાવ્યું કે, 'તમામ પ્રદર્શનકારીઓને વિનંતી છે કે, તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરે. કોઈ પણ ગેરકાયદેસર કે, હિંસક પ્રવૃત્તિમાં સામેલ ન થાય, અને ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવતી કાયદાકીય સૂચનાઓનું પાલન કરે.'
કેન્દ્રીય મંત્રીને મળ્યું CJPનું પ્રતિનિધિમંડળ
CJPના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ CJP તરફથી કહેવામાં આવ્યું કે, તેમની માંગણીઓ અંગે કોઈ યોગ્ય આશ્વાસન મળ્યું નથી, અને જ્યાં સુધી એવું નહીં થાય, ત્યાં સુધી આંદોલન સમાપ્ત થશે નહીં. બીજી તરફ, જે.પી નડ્ડાએ આ મુલાકાતની તસવીર શેર કરતા જણાવ્યું હતું કે, પહેલીવાર પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ આવ્યો હતો, અને સવારે 11:50 થી જ તેમની વાતચીત ચાલી રહી છે.









