India

VIDEO: કાશ્મીરમાં આતંકીઓનો પોલીસ કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર, એક શહીદ, સર્ચ ઓપરેશન શરૂ

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે બપોરે આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો. લાલ ચૌક વિસ્તારમાં કોકેરનાગ રોડ પર ફરજ પર તૈનાત 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશી પર અંધાધૂંધ ગોળીબાર થયો. ગંભીર રીતે ઘવાયેલા જવાન સારવાર દરમિયાન શહીદ થયા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કાશ્મીરમાં આતંકીઓનો પોલીસ કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર, એક શહીદ, સર્ચ ઓપરેશન શરૂ

Jammu Kashmir Terror Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એક ભયાનક આતંકી હુમલો થયો હતો. અનંતનાગના લાલ ચૌક વિસ્તારમાં કોકેરનાગ રોડ પર ફરજ પર તહેનાત પોલીસ પાર્ટી પર કારમાં આવેલા આતંકવાદીઓએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક પોલીસ જવાન શહીદ થયા છે.

ફરજ દરમિયાન આતંકીઓએ બનાવ્યા નિશાન

ગશ્ત દરમિયાન તૈનાત 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશી (બડગામના બીરૂ વિસ્તારના નિવાસી) પર આતંકીઓએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાથી તેઓ ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઘાયલ થઈને ઢળી પડ્યા હતા, જ્યારે હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સારવાર દરમિયાન જવાન શહીદ

હુમલા બાદ તરત જ સાથી જવાનો અને સ્થાનિક લોકોએ તેમને GMC અનંતનાગ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓના કારણે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને તેઓ સારવાર દરમિયાન શહીદ થયા હતા. જવાનની શહાનાઈથી પોલીસ વિભાગ અને તેમના ગામમાં શોકની લાગણી ફરી વળી છે.

સમગ્ર વિસ્તારમાં નાકાબંધી અને સર્ચ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેનાની વધારાની ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષાબળોએ સમગ્ર લાલ ચૌક અને આસપાસના વિસ્તારને ઘેરીને નાકાબંધી કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 'હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ દોષિતોને ઝડપી લેવામાં આવશે.'