સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ: વધુ સારવાર માટે મેદાંતા ખસેડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Health Update : દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલ, ગુરુગ્રામની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ સમયે તેમની હાલત સ્થિર હતી, પરંતુ લોહી સંબંધિત સમસ્યા અને પોટેશિયમનું સ્તર ઓછું હોવાને કારણે, સતત દેખરેખની જરૂર છે. સફદરજંગ હોસ્પિટલ વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 6:40 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના મેડિકલ રિપોર્ટ અને સારવાર સંબંધિત તમામ દસ્તાવેજો મેદાંતાની ડોક્ટરોની ટીમને સોંપી દેવામાં આવ્યા છે.
સફદરજંગ હોસ્પિટલે જણાવ્યું કે, ડિસ્ચાર્જ સમયે સોનમ વાંગચુકના મુખ્ય સ્વાસ્થ્ય સંકેતો સ્થિર હતા. જોકે, તેમની પેનસાઇટોપેનિયા (લોહીના ત્રણેય મુખ્ય કોષોમાં ઘટાડો)ની સમસ્યા સર્જાઈ છે. આ સિવાય તેમના શરીરમાં પોટેશિયમનું સ્તર 3.4 mEq/L નોંધાયું હતું. હોસ્પિટલે કહ્યું કે, આગળની સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે, તમામ તપાસ રિપોર્ટ અને મેડિકલ રેકોર્ડ મેદાંતાની ટીમને સોંપી દેવામાં આવ્યા છે.
હાઈકોર્ટે આપ્યો હતો શિફ્ટ કરવાનો આદેશ
આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને તરત જ મેદાંતા હોસ્પિટલ, ગુરુગ્રામ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, તેમની તબિયતને જોતાં સતત નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ જરૂરી છે. સુનાવણી દરમિયાન AIIMS અને સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરો પણ હાજર હતા. ડોક્ટરોએ મેડિકલ રિપોર્ટના આધારે જણાવ્યું કે, વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું છે. સાથે જ TLC રિપોર્ટને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે સારા મેડિકલ દેખરેખની જરૂરિયાત બતાવી હતી.
મેદાંતામાં સોનમ વાંગચુકની સારવાર
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે, 'સરકારને સોનમ વાંગચુકને મેદાંતામાં દાખલ કરવા સામે કોઈ વાંધો નથી. તમામ પક્ષોની સંમતિ બાદ હાઈકોર્ટે તાત્કાલિક શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ, હાઈકોર્ટે મેદાંતા હોસ્પિટલને નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવવાનું કહ્યું છે, જે તેમની તબિયત પર સતત નજર રાખશે, અને જરૂરિયાત મુજબ સારવાર કરશે.'
સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલ પહોંચાડવા દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસ્પિટલની અંદર અને બહાર પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. સોનમ વાંગચુકને આગળની મેડિકલ દેખરેખ માટે હોસ્પિટલની ટીમને સોંપી દેવામાં આવ્યા છે.









