India

રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

By GS TEAM
27 Feb 20261 min read
TukuTouch Logo
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેલર સાથે સ્લીપર બસ ટકરાતા 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને રાહત કાર્ય હાથ ધર્યું છે. ઈજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

Balotara Bus Accident : રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેલર સાથે સ્લીપર બસ ટકરાતા 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને રાહત કાર્ય હાથ ધર્યું છે. ઈજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

સ્લીપર બસ અને ટ્રેલરની ભયંકર ટક્કરમાં 7 લોકોના માત

બાલોતરા જિલ્લાના સરવાડી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પૂરઝડપે આવતી સ્લીપર બસ તેની આગળના ટ્રેલર સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટક્કર એટલી ભયાનક હતી કે, અનેક મુસાફરો પોતાની સીટથી ઉછળીને બહાર ફેકાયા હતા. જેમાં સ્લીપર અંદર ફસાયેલા લોકો મદદ માટે બૂમ પાડી રહ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, ગમખ્વાર અકસ્માતના બનાવમાં 7 લોકોના ઘટનાસ્થળ જ મોત થયા છે. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. 

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ, પોલીસ ઘટનાસ્થળે

અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અકસ્માતને લઈને હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાતા બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જાણ થતાંની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. જો કે, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.