India

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
Election Commission Orders Nationwide SIR | ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 13 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યારે SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચે બાકીના તમામ રાજ્યોમાં પણ SIR અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાથી સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા શરુ થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ

Election Commission Orders Nationwide SIR | ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 13 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યારે SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચે બાકીના તમામ રાજ્યોમાં પણ SIR અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાથી સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા શરુ થઈ જશે. 

જે રાજ્યોમાં SIR બાકી છે ત્યાં પ્રક્રિયા શરુ કરાશે  

ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી પંચ અધિકારીઓને SIR માટે તૈયારીઓ શરુ કરવા આદેશ આપ્યા છે. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડમાં SIR કરવામાં આવશે. 

SIRમાં શું કરાશે? 

બૂથ લેવલ ઑફિસર ઘરે ઘરે જઈ મતદાર યાદીમાં નામ ચકાસશે

જે મતદાર સ્થળ પર હાજર ન હોય, તેનું મૃત્યુ થયું હોય, તેમના નામ કમી કરવામાં આવશે

મતદાર યાદીમાં કોઈ ભૂલ હોય તો તેમાં પણ સુધારો કરવામાં આવશે

ગુજરાતમાં 17 ફેબ્રુઆરીએ જાહેર થયું હતું ફાઇનલ વોટર લિસ્ટ 

ગત 27 ઑક્ટોબર 2025થી શરુ થયેલી આ પ્રક્રિયાના અંતે 17 ફેબ્રુઆરી 2026એ ગુજરાતની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 

વધુ વાંચો : ગુજરાતમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ

ગુજરાત ફાઇનલ વોટર લિસ્ટની મહત્ત્વની માહિતી

કુલ મતદારો: ફાઇનલ વોટર લિસ્ટ, મુજબ રાજ્યમાં હવે કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા છે.

મતદારોના નામ દૂર કરાયા: 3.95 લાખ મતદારોના નામ કમી કરાયા છે.

મતદારોનો વધારો: મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.

કામગીરીનું માળખું: આ પ્રક્રિયામાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ અને 50,963 BLO(બૂથ લેવલ ઑફિસર)એ સક્રિય ભૂમિકા ભજવી છે.

સૌથી વધુ કયા જિલ્લામાં નામ કમી થયા ?: સુરત જિલ્લામાં સૌથી વધુ 85,734 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 47,627 નામ કમી થયા છે.

તમારું નામ કેવી રીતે ચકાસશો?

• વેબસાઇટ: http://ceo.gujarat.gov.in

• વોટર પોર્ટલ: voters.eci.gov.in

• મોબાઇલ એપ: ECINET App

• રુબરુ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી