India

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. ત્યારબાદ પણ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હવે માત્ર 12 રહી ગઈ છે. જેની અસર આગામી રાજ્યસભા ચૂંટણીમાં જોવા મળશે. રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીની છેલ્લી બચેલી હાજરી પણ હવે ખતમ થવાને આરે છે. વર્તમાન સમીકરણો પર નજર કરીએ તો, આગામી રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા બાદ ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં રહેશે નહીં. આવું લગભગ 66 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ
ફાઈલ તસવીર

Gujarat Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. ત્યારબાદ પણ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હવે માત્ર 12 રહી ગઈ છે. જેની અસર આગામી રાજ્યસભા ચૂંટણીમાં જોવા મળશે. રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીની છેલ્લી બચેલી હાજરી પણ હવે ખતમ થવાને આરે છે. વર્તમાન સમીકરણો પર નજર કરીએ તો, આગામી રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા બાદ ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં રહેશે નહીં. આવું લગભગ 66 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે.

હાલમાં ગુજરાત કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં માત્ર 1 સાંસદ

અત્યારે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂરો થઈ રહ્યો છે. તેની સાથે જ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસની છેલ્લી બેઠક પણ ખાલી થઈ જશે. વર્તમાન વિધાનસભાના ગણિતને જોતા પાર્ટી માટે નવી બેઠક જીતવી લગભગ અશક્ય છે. વાસ્તવમાં કોંગ્રેસ પાસે હવે રાજ્યમાં માત્ર 12 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે એક પણ બેઠક જીતવી મુશ્કેલ છે. ભાજપ પાસે અત્યારે 162 ધારાસભ્યો છે.

શું કહે છે આંકડાનું ગણિત?

રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકો જીતવા માટે અંદાજે 144 મતોની જરૂર પડશે અને ભાજપ આ આંકડો આરામથી પાર કરી શકે છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 160થી વધુ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોની સંખ્યા ચૂંટણી પરિણામો પર કોઈ ખાસ અસર પાડતી દેખાતી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

મે-જૂનમાં 26 બેઠકો પર યોજાશે 

જે ચાર બેઠકો પર ચૂંટણી થવાની છે તેમાં ભાજપના સાંસદ નરહરિ અમીન, રામ મોકરિયા અને રમીલાબેન બારાની બેઠકો સામેલ છે. ચોથી બેઠક કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની છે. આ તમામ સાંસદોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારબાદ આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મે-જૂનમાં દેશભરના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.