India

બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું, લાઇવ સ્પીચમાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યા

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 2 વર્ષ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ વર્ચ્યુઅલી આવ્યા હતા. દિલ્હીમાં 'FCC' દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 2024ની હિંસાનું સત્ય જણાવ્યું. હસીનાએ કહ્યું કે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને હિંસા ભડકાવાઈ હતી. તેમણે બાંગ્લાદેશ પરત ફરવાની અને કાયદાના શાસનની માંગ કરી. પુત્ર સાજીબે કહ્યું, બાંગ્લાદેશ ભારતના પૂર્વમાં બીજું પાકિસ્તાન બની રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું, લાઇવ સ્પીચમાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યા

Sheikh Hasina Statement On Bangladesh Violence : 5 ઑગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન અને રાજકીય ઉથલપાથલ બાદ તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને અચાનક દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. દેશ છોડ્યા બાદથી તેઓ સતત મીડિયા અને કેમેરાથી દૂર રહ્યા હતા. પરંતુ 2 વર્ષના લાંબા સમય બાદ શેખ હસીના પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ વર્ચ્યુઅલી લાઇવ આવ્યા છે અને પોતાની વાત રજૂ કરી છે. નવી દિલ્હી સ્થિત ‘ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ઑફ સાઉથ એશિયા’(FCC) દ્વારા આયોજિત ખાસ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જોડાયા હતા.

2 વર્ષ સુધી ગુપ્ત સ્થાને રહ્યા બાદ તોડ્યું મૌન

ઑગસ્ટ 2024માં જ્યારે બાંગ્લાદેશની શેરીઓમાં હિંસા ભડકી હતી અને વિરોધ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન આવાસ પર દરોડો પાડ્યો હતો, ત્યારે શેખ હસીનાને ખૂબ જ ઓછા સમયમાં દેશ છોડવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ત્યારથી તેઓ ભારતમાં એક સુરક્ષિત અને ગોપનીય સ્થાને રહી રહ્યા છે. આ 2 વર્ષ દરમિયાન તેમના કેટલાક લેખિત નિવેદનો કે ઑડિયો મેસેજ ચોક્કસ સામે આવ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય લાઇવ પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા નહોતા. હવે 2 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પત્રકારો સમક્ષ આવીને તેમણે પોતાનું મૌન તોડ્યું છે.

આપવીતી સંભળાવતા શેખ હસીના ભાવુક થયા

લાઇવ સ્પીચ દરમિયાન પોતાની આપવીતી સંભળાવતા શેખ હસીના અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમનો અવાજ રુંધાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે, જુલાઈ અને ઑગસ્ટ મહિનાનું સાચું સત્ય એ છે કે વિદ્યાર્થીઓનું એ પ્રદર્શન શાંતિપૂર્ણ નહોતું. એક સુઆયોજિત જૂથ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને હિંસા ભડકાવવા માગતું હતું. 15 જુલાઈ 2024 પછી આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું અને દેશમાં ભારે હિંસા ફેલાવવામાં આવી હતી.

બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા અને કાયદાના શાસનની માંગ

શેખ હસીનાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે બાંગ્લાદેશ આજે વિભાજિત થઈ ગયું છે અને ત્યાં અરાજકતાનો માહોલ છે. દેશમાં બેરોજગારી ચરમસીમા પર છે અને લોકો ભારે પરેશાન છે. આ સમયે દેશને વિભાજનને બદલે એકતાની જરૂર છે. તેમણે ફરી એકવાર બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને દેશમાં બંધારણીય મૂલ્યો તથા કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા માંગ કરી હતી.

બાંગ્લાદેશ ભારતના પૂર્વમાં બીજું પાકિસ્તાન બની રહ્યું છે : સાજીબ વાજેદ

પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે અત્યંત આકરા પ્રહારો કરતાં કહ્યું કે બાંગ્લાદેશમાં પોલીસ કસ્ટડીમાં આવામી લીગના કાર્યકરોની સતત હત્યાઓ થઈ રહી છે અને વર્તમાન સરકાર આ હિંસાને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે દેશમાં આતંકવાદી સંગઠનો ISIS અને અલ-કાયદાના સક્રિય સભ્યોને છોડી મૂકવામાં આવ્યા છે. બાંગ્લાદેશ આજે એક નિષ્ફળ રાષ્ટ્ર બની ગયું છે જ્યાં માનવાધિકાર જેવું કંઈ બચ્યું નથી અને તે ભારતની પૂર્વ સરહદ પર બીજું પાકિસ્તાન બની રહ્યું છે.