India

'જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે...' પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા

By GS TEAM
5 Dec 20253 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય તરફથી કરવામાં આવેલા 'બાબરી મસ્જિદ'ની જાહેરાત પર હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ ચેતવણી આપી છે. ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્યે કહ્યું કે, જો કોઈપણ બાબર સાથે ઊભું રહેશે તો બાબર જેવી જ હાલત કરવામાં આવશે. બાબર આક્રમણકારી હતો અને જો કોઈ તેની સાથે જોડાઈને પોતાની ઓળખ બતાવે છે તો તેને પણ આક્રમણકારી માનવામાં આવશે અને તેની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવશે. મસ્જિદ બનાવવા સામે વાંધો નથી, પરંતુ બાબરના નામે સ્વીકાર્ય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે...' પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા

Image: IANS



Shankaracharya Avimukteshwaranand: પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય તરફથી કરવામાં આવેલા 'બાબરી મસ્જિદ'ની જાહેરાત પર હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ ચેતવણી આપી છે. ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્યે કહ્યું કે, જો કોઈપણ બાબર સાથે ઊભું રહેશે તો બાબર જેવી જ હાલત કરવામાં આવશે. બાબર આક્રમણકારી હતો અને જો કોઈ તેની સાથે જોડાઈને પોતાની ઓળખ બતાવે છે તો તેને પણ આક્રમણકારી માનવામાં આવશે અને તેની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવશે. મસ્જિદ બનાવવા સામે વાંધો નથી, પરંતુ બાબરના નામે સ્વીકાર્ય નથી. 

હુમાયુ કબીરની જાહેરાત બાદ શંકરાચાર્યનો જવાબ

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના ધારાસભ્ય હુમાયુ કબીર તરફથી 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો પાયો મૂકવાની જાહેરાત સાથે જોડાયેલા સવાલના જવાબમાં શંકારાચાર્યે ચેતવણી આપી હતી. તેમણે વારંવાર કહ્યું કે, જે બાબર સાથે ઊભું રહેશે તેની સાથે પણ બાબર જેવો જ વ્યવહાર થશે. બાબર અમારા માટે આક્રમણકારી હતો, તેણે આપણી ઉપર અત્યાચારો કર્યો, જો કોઈ વ્યક્તિ તેની સાથે પોતાની ઓળખ બતાવે છે તો તેને પણ આક્રમણકારી જ સમજવામાં આવશે અને તેની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવશે. બાબરે ભારતમાં આવીને જે સમયે આક્રમણ કર્યું, જે જે કર્યું તે આપણને પીડા પહોંચાડનારું કામ છે. જો કોઈ વ્યક્તિ તેની સાથે પોતાને ઊભો રાખે છે  અને કહે છે કે, અમે બાબરના લોકો... તો બાબરના લોકોની તો બાબર જેવી જ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બાબર સાથે જે ઊભું રહેશે તેને બાબર જ સમજીશું અને આજે જે બાબર સાથે થવું જોઈએ તે જ તેમની સાથે કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં

શંકરાચાર્યે કહ્યું કે, મસ્જિદ બનાવો અમને તેમાં ક્યાં વાંધો છે. મસ્જિદ બનાવો અને તેમાં ઈશ્વરની આરાધના પોતાની રીતે કરો. આ વિશે અમને કોઈ વાંધો નથી અને આગળ પણ વાંધો રહેશે નહીં. પરંતુ, બાબર સાથે અમારો વ્યવહાર બાબર જેવો જ રહેશે.

મથુરા-કાશી પર વિચાર કરે મુસ્લિમઃ શંકરાચાર્ય

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, મથુરા કાશી જેનું છે, તેને મળવું જોઈએ. ત્યાં તેઓ પૂજા-અર્ચના અને વિશ્વ કલ્યાણની કામના કરે. વિશ્વમાં તો તે પણ આવે છે, જે કબ્જો કરીને બેઠા છે. તેમનું પણ કલ્યાણ થશે. તેથી જલ્દીથી જલ્દી જે લોકો કબ્જો કરીને બેઠા છે, તેમને જાણી લેવું જોઈએ કે એક સમય હતો જ્યારે તેમણે ધાર્મિક કારણોથી નહીં પરંતુ પોતાનું રાજકારણ ચમકાવવા માટે મંદિર તોડ્યા. ઇસ્લામ નથી કહેતું કે કોઈના ઉપાસના સ્થળને તોડીને પોતાના ઉપાસના સ્થળ બનાવો. ઇસ્લામમાં તેને યોગ્ય માનવામાં નથી આવતું. પરંતુ, જો આવું કરવામાં આવ્યું છે તો તે ધાર્મિક નહીં રાજકીય કારણથી કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ

વધુમાં તેમણે કહ્યું કે, ધાર્મિક લોકો રાજકીય કારણોસર કરવામાં આવેલી કોઈ વસ્તુને કેમ સાચવવા માંગે છે? આનો અર્થ એ છે કે તેમના મનમાં હજુ પણ એ જ રાજકીય લાગણીઓ ઘર કરી ગઈ છે. તેથી, અમે કહીએ છીએ કે મુસ્લિમોએ બેસીને તેમના ધર્મ અનુસાર શું યોગ્ય છે તે વિચારવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તે ઠીક છે. જો તે તેમના ધર્મ અનુસાર યોગ્ય હોય, તો તે અલગ બાબત છે. જોકે, જેમ આપણે તેમના ધાર્મિક ગ્રંથોમાં જોયું છે, જો આવા સ્થળે પૂજા કરવી ભગવાનને સ્વીકાર્ય નથી, તો તેઓ તે કેમ કરવાનું ચાલુ રાખે છે?