Entertainment

રડી પડી અભિનેત્રી, કહ્યું- છુટાછેડા બાદ પતિથી ગુજરાન ભથ્થું ન લીધું, પોતાના જોરે જ દીકરીનું ફ્યૂચર બનાવીશ

By GS Team
23 Oct 20263 mins read
TukuTouch Logo
'બિગ બોસ-20'માં માહી વિજ દીકરી તારાને યાદ કરી ભાવુક થઈ હતી. જય ભાનુશાળીથી છૂટાછેડા વખતે તેણે ભરણપોષણ ન લેવાનું કારણ જણાવ્યું હતું. માહીએ કહ્યું કે, તેણે જયની મહેનત જોઈ છે અને તેથી 1 રૂપિયો પણ ન લીધો. અરિશ્ફા સાથેના ઝઘડા બાદ તેનું દર્દ છલકાયું, જ્યાં તેણે સિંગલ મધર તરીકેના સંઘર્ષની વાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

રડી પડી અભિનેત્રી, કહ્યું- છુટાછેડા બાદ પતિથી ગુજરાન ભથ્થું ન લીધું, પોતાના જોરે જ દીકરીનું ફ્યૂચર બનાવીશ

Mahhi Vij’s Selfless Motherhood Journey: ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી માહી વિજ હાલમાં રિયાલિટી શો ‘બિગ બોસ-20’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. તાજેતરના એપિસોડમાં માહી એક ભાવુક ક્ષણ દરમિયાન પોતાની દીકરી તારાને યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. આ વાતચીત દરમિયાન અભિનેત્રીએ પોતાની દીકરીના ઉછેર, તેના સુરક્ષિત ભવિષ્ય અને એક સિંગલ મધર તરીકેના પોતાના સંઘર્ષમય સફર વિશે ખુલ્લા દિલે વાત કરી હતી. આ સાથે જ માહીએ અભિનેતા જય ભાનુશાળી સાથેના છૂટાછેડા દરમિયાન ભરણપોષણ (એલિમની) ન લેવાના પોતાના મોટા નિર્ણય પાછળનું સાચું કારણ પણ જગજાહેર કર્યું હતું.

દીકરી તારાની આસપાસ જ ફરે છે માહીની સમગ્ર દુનિયા

શો દરમિયાન પોતાની વ્યથા ઠાલવતાં માહી વિજે જણાવ્યું હતું કે તેની આખી જિંદગી માત્ર તેની દીકરી તારાની આસપાસ જ ફરે છે અને તે પોતે પોતાના દમ પર દીકરી માટે એક સુરક્ષિત ભવિષ્ય બનાવવા માંગે છે. માહીએ ભાવુક થતાં કહ્યું કે,

"હું એક સિંગલ મધર છું અને માત્ર હું જ જાણું છું કે અહીં મારો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે. જય મને અવારનવાર બહાર જવા અને મારી જિંદગી જીવવા માટે કહેતો રહે છે. તે હંમેશાં કહે છે કે તું બહાર જા, તું ક્યાંય જતી જ નથી અને માત્ર તારા માટે ઘરમાં જ બેસી રહે છે. પરંતુ હકીકત એ છે કે મારી આખી જિંદગી મારી દીકરીની આસપાસ જ કેન્દ્રિત છે."

કોર્ટમાં જજે 4 વખત પૂછ્યું છતાં કેમ ન લીધી એલિમની?

છૂટાછેડાના સમયને યાદ કરીને રડતાં-રડતાં માહીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે ડિવોર્સની પ્રક્રિયા દરમિયાન કોર્ટમાં જજે સામેથી તેને 4 વખત કહ્યું હતું કે તે જય ભાનુશાળી પાસેથી ભરણપોષણ (એલિમની) લઈ લે, પરંતુ તેણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં માહીએ કહ્યું કે,

"મેં એલિમની તરીકે 1 રૂપિયો પણ લીધો નથી. હું કોઈની પણ પાસેથી પૈસા માંગતી નથી, ખુદ જય પાસેથી પણ નહીં. હું જ્યારે કોર્ટમાં ઊભી હતી ત્યારે જજે મને 4 વાર એલિમની લેવા માટે પૂછ્યું હતું, પણ મેં ઇનકાર કરી દીધો હતો. કારણ કે મેં નજરે જોયું છે કે જયે કેટલી કાળી મજૂરી કરીને એ પૈસા કમાવ્યા છે. એવું બિલકુલ નથી કે જયે મને કંઈ પણ લેવાની ના પાડી છે, મને ખબર છે કે તેનું આખું લોકર આજે પણ મારા માટે ખુલ્લું જ રહે છે. તેમ છતાં મારું મન તેની પાસેથી પૈસા લેવા માટે માનતું નથી. તેણે આ પૈસા કમાવવા માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે, તે સેટ પર સળંગ 16-16 કલાક ઊભા રહીને કામ કરે છે. આ તેની મહેનતની કમાણી છે અને તેના પર તેનો જ હક છે."

અરિશ્ફા સાથેના ઝઘડા બાદ છલકાયું માહીનું દર્દ

બિગ બોસના ઘરમાં આ સમગ્ર ભાવુક વાતાવરણ ત્યારે સર્જાયું જ્યારે માહીનો સહ-સ્પર્ધક અરિશ્ફા સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. સમગ્ર વિવાદની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી:

● અરિશ્ફા અને કાઝી વચ્ચે થયેલા ઝઘડામાં માહી વિજે કાઝીનો પક્ષ લીધો હતો.

● માહી, કનિકા અને ગુલ્લુએ અરિશ્ફાને ઘરથી બેઘર કરવા (નોમિનેટ કરવા) માટે વોટ આપ્યો હતો.

● આ નોમિનેશનથી ગુસ્સે ભરાયેલી અરિશ્ફાએ બદલો લેવા માટે કનિકા, ગુલ્લુ અને માહીના પલંગ પર પાણી ઢોળી દીધું હતું.

આ ઘટના બાદ માહી ખૂબ જ તૂટી ગઈ હતી. તેણે કહ્યું કે તે ખરેખર અરિશ્ફા સાથે શાંતિથી વાત કરીને તમામ મતભેદો ખતમ કરવા માંગતી હતી. માહીએ ઉમેર્યું કે તે હંમેશાં અરિશ્ફાને પોતાની નાની દીકરી તારાની જેમ જ જુએ છે, પરંતુ અરિશ્ફા તેની સાથે ગેરવર્તન કરે છે અને વારંવાર તેને નીચી દેખાડવાનો પ્રયાસ કરે છે. પોતાની આ લાગણીઓ વ્યક્ત કરતી વખતે માહી રડી પડી હતી, ત્યારબાદ ઘરના અન્ય સભ્યો યંગ, આસિફ અને સ્કાઉટ તેને શાંત પાડતા અને આશ્વાસન આપતા જોવા મળ્યા હતા.