Utility

અમેરિકાની કંપનીએ લેબમાં સોનું બનાવ્યાનો દાવો કર્યો, શું કિંમતી ધાતુની કિંમત ગબડી પડશે? જાણો સત્ય

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવતો એક દાવો સામે આવ્યો છે. અમેરિકાના 'મેરાથોન ફ્યુઝન' સ્ટાર્ટઅપે પારા (Mercury) માંથી અસલી સોનું બનાવ્યાનો દાવો કર્યો છે. કંપનીએ 'ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન' પ્રક્રિયા દ્વારા આ સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું છે. જોકે, આ દાવા અંગે કોઈ પુરાવા રજૂ ન થતા વૈજ્ઞાનિકો અને બજાર નિષ્ણાતોમાં શંકા પ્રવર્તી રહી છે. CERN પણ અગાઉ સોનાના અણુઓ બનાવી ચૂક્યું છે, પરંતુ તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાની કંપનીએ લેબમાં સોનું બનાવ્યાનો દાવો કર્યો, શું કિંમતી ધાતુની કિંમત ગબડી પડશે? જાણો સત્ય

Gold From Mercury: વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં સતત નવા ચમત્કારો જોવા મળતા હોય છે, ત્યારે હવે અમેરિકાના એક સ્ટાર્ટઅપે પારા (Mercury)માંથી અસલી સોનું બનાવવાનો દાવો કર્યો છે. આ દાવાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. જોકે, કંપનીએ પોતાના આ પ્રયોગના કોઈ પુરાવા કે આંકડા જાહેર કર્યા નથી, જેના કારણે વૈજ્ઞાનિકો અને બજારના વિશેષજ્ઞો હજુ આ દાવાને લઈને શંકા વ્યક્ત કરી રહ્યા છે.

શું છે મેરાથોન ફ્યુઝનનો દાવો?

અમેરિકન સ્ટાર્ટઅપ 'મેરાથોન ફ્યુઝન' એવો દાવો કર્યો છે કે તેણે 'ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન' (Nuclear Transmutation) પ્રક્રિયા દ્વારા પારામાંથી અસલી સોનું બનાવ્યું છે. આ પ્રક્રિયામાં પરમાણુના કેન્દ્ર (ન્યુક્લિયસ)માં બદલાવ કરીને એક તત્વને બીજા તત્વમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફ્યુઝન રિએક્શનમાંથી નીકળતા તેજ ન્યુટ્રોન દ્વારા પારેના એક ખાસ પ્રકારને સોનામાં બદલી શકાય છે. જો કે, આ પ્રક્રિયામાં રેડિયોધર્મી પદાર્થો ઉત્પન્ન થવાનું જોખમ પણ રહેલું છે, જેને સુરક્ષિત સ્તરે લાવવું એક મોટો પડકાર છે.

CERN પણ અગાઉ બનાવી ચૂક્યું છે સોનાના પરમાણુ

યુરોપની પ્રખ્યાત વૈજ્ઞાનિક સંસ્થા 'CERN'ના 'લાર્જ હેડ્રોન કોલાઈડર' (Large Hadron Collider)માં અગાઉ વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા સોનાના કણો (નાભિક) બનાવ્યા હતા. વર્ષ 2015થી 2018 વચ્ચે થયેલા આ પ્રયોગોમાં અંદાજે 86 અબજ સોનાના નાભિક બન્યા હતા, પરંતુ તે બધાનું કુલ વજન માત્ર 29 પિકોગ્રામ જેટલું જ ખૂબ જ ઓછું હતું. આ જથ્થો એટલો નહિવત હતો કે તેનો વ્યવસાયિક ઉપયોગ થઈ શકે નહીં અને આ સોનાના કણો બન્યાની સાથે જ ક્ષણભરમાં નાશ પામ્યા હતા. તેમ છતાં, 'મેરાથોન ફ્યુઝન' નામની કંપનીનું માનવું છે કે તેઓ ફ્યુઝન રિએક્શનની મદદથી ભવિષ્યમાં વધુ પ્રમાણમાં સોનું બનાવવાની દિશામાં સફળતા મેળવવા માટે કામ કરી રહ્યા છે.

શું સોનાની બજાર કિંમતમાં ઘટાડો થશે?

કંપનીના 2025ના રિસર્ચ પેપર મુજબ, જો ભવિષ્યમાં એક ગીગાવોટ થર્મલ પાવર ક્ષમતાવાળો પ્લાન્ટ કામ કરે, તો તે દર વર્ષે આશરે 2 ટન સોનું બનાવી શકે છે. તેની સરખામણીમાં, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા મુજબ વર્ષ 2025માં દુનિયાની ખાણોમાંથી અંદાજે 3,672 ટન સોનાનું ઉત્પાદન થયું હતું.

હાલમાં મેરાથોન ફ્યુઝનનો રિએક્ટર માત્ર 1 કિલોવોટ પાવર આઉટપુટના સ્તરે છે, જે વ્યવસાયિક સ્તરથી ઘણો પાછળ છે. તેથી, હાલની ક્ષમતા અને વાસ્તવિક લક્ષ્ય વચ્ચે મોટો તફાવત હોવાથી બજારમાં સોનાની કિંમતો ગગડવાની શક્યતા નહિવત્ છે. તદુપરાંત, આ દાવાઓ વચ્ચે સોનાની કિંમતોમાં પહેલેથી જ થોડી વધઘટ જોવા મળી રહી છે.