લદ્દાખમાં ભારે ભૂકંપ: 5.5ની તીવ્રતાથી ધરા ધ્રૂજી, પાલઘરમાં પણ અનુભવાયા બે આંચકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earthquack News : લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 6:05 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ છે. સવારના સમયે જ અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો.
કેવી રીતે આવે છે ભૂકંપ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૃથ્વીની અંદર મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટો આવેલી છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જે વિસ્તારોમાં વધુ અથડાય છે, તેને 'ફોલ્ટ લાઇન ઝોન' કહેવામાં આવે છે.
વારંવાર અથડાવાના કારણે આ પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે દબાણ (પ્રેશર) વધવા લાગે છે ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. પ્લેટો તૂટવાને કારણે અંદરથી ઊર્જા (એનર્જી) બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ જ હલચલના કારણે ભૂકંપ આવે છે.
તીવ્રતા અને તેની અસર
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે.
7.0 કે તેથી વધુ તીવ્રતા: આ કેટેગરીના ભૂકંપ અત્યંત ખતરનાક અને વિનાશક ગણાય છે.
2.0 કે તેથી ઓછી તીવ્રતા: આને માઇક્રો ભૂકંપ કહેવાય છે, જે મોટાભાગના લોકોને અનુભવાતા પણ નથી.
4.5 કે તેથી વધુ તીવ્રતા: આ તીવ્રતા ધરાવતો ભૂકંપ ઇમારતો અને મકાનોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં પણ અનુભવાયા હતા આંચકા
આ પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં પણ સોમવારે રાત્રે એક કલાકના ગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. બંને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. પ્રથમ આંચકો રાત્રે 10:04 વાગ્યે અને બીજો આંચકો રાત્રે 11:00 વાગ્યે આવ્યો હતો, જેના કારણે ગભરાયેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.









