સૈફ અલી ખાન કેસમાં પકડાયેલો હુમલાખોર અસલી કે નકલી? ઉઠી રહ્યા છે આ 5 સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saif Ali Khan attack: સૈફ અલી ખાન પર હુમલા મામલે નવી ચર્ચા શરૂ થઈ છે કે ઝડપાયેલો હુમલાખોર અસલી છે કે નકલી. મુંબઈથી ઢાકા સુધી એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બોલિવૂડ સ્ટાર પર હુમલાના આરોપમાં ધરપકડ કરાયેલો આરોપી અસલી છે કે નકલી? તેનું કારણ હુમલો અને આરોપીને લઈને ઉઠી રહેલા સવાલ છે.
એક તરફ જ્યાં આરોપી શરીફુલના પિતા બાંગ્લાદેશથી સૈફ અલી ખાન પર હુમલાને લઈને પ્રશ્ન પૂછી રહ્યા છે. તો બીજી તરફ સરકારના મંત્રી નીતેશ રાણે એ સવાલ ઉઠાવી રહ્યા છે કે, એવો કેવો ગંભીર હુમલો હતો, જેમાં 5 દિવસ બાદ જ વ્યક્તિ સંપૂર્ણ રીતે ફિટ નજરે આવી રહ્યો છે?
સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે, કારણ કે ઘટનાના 7 દિવસથી વધુ સમય વીતી ચૂક્યા બાદ પણ પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ નથી કરી શકી. ન તો પોલીસ આ મામલે ઉઠી રહેલા સવાલોનો યોગ્ય જવાબ આપી શકી છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ, 800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
આરોપીને લઈને પોલીસના દાવા પર પિતાના સવાલ
પોલીસે 20 જાન્યુઆરીએ ઠાણેથી આરોપી શરીફુલ શહઝાદ નામના એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસના દાવા અનુસાર, ઝડપાયા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો. પોલીસનું કહેવું છે કે, 'આરોપી ગેરકાયદે ભારત આવ્યો હતો અને અહીં પર પોતાનું નામ બદલી નાખ્યું.'
પોલીસના અનુસાર, આરોપી ચોરીના ઇરાદે ઘરમાં ઘુસ્યો હતો. ઘટના પહેલા આરોપી પબમાં કામ કરતો હતો. ત્યારે પોલીસના એ દાવા પર આરોપીના પિતાએ બાંગ્લાદેશથી સવાલ ઉઠાવ્યા છે. આરોપીના પિતાનું કહેવું છે કે, શરીફુલ કાયદેસર પાસપોર્ટ અને વિઝા લઈને ભારત આવ્યો છે.
આરોપીના પિતાએ શરીફુલ રેસલર હોવાની વાત નકારી
આરોપી શરીફુલની ધરપકડ કર્યા બાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'સૈફ એટલા માટે હારી ગયા, કારણ કે આરોપી કુશ્તીનો ખેલાડી રહેલો છે.' તો બીજી તરફ આરોપીના પિતાનું કહેવું છે કે, 'મારો દીકરો કોઈ રેસલર નથી.'
આરોપીના પિતાના અનુસાર, 'તે મુંબઈ પૈસા કમાવા માટે ગયો હતો. રેસલરની વાત ખોટી છે. શરીફુલના પિતાના અનુસાર, બાંગ્લાદેશમાં શરીફુલ બાઈકર હતો. અહીં પર નોકરી કરી તે દર મહિને ઘર પર 10-15 હજાર રૂપિયા મોકલી રહ્યો હતો.'
ચોરીનો સવાલ પણ ફગાવ્યા, CCTV પર પણ સવાલ
પોલીસનું કહેવું છે કે, આરોપી 8મા માળે દાદરથી ગયો અને પછી પાઇપની મદદથી 12મા માળે પહોંચ્યો. ત્યાંથી આરોપી બાથરૂમ થઈને સૈફના ફ્લેટમાં પ્રવેશ્યો. સીસીટીવીમાં એક વ્યક્તિ પણ કેદ થયો છે.
આરોપી શરીફુલના પિતાએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. શરીફુલના પિતાએ કહ્યું કે, 'હું પોતે રાજકારણમાં છું. ઘરની હાલત એટલી ખરાબ નથી કે મારા દીકરાને ચોરી કરવી પડે. મારો દીકરો શેખ હસીનાની સરકાર દ્વારા હેરાન થયા બાદ મુંબઈ ગયો હતો.'
શરીફુલના પિતાનું કહેવું છે કે, 'સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો વ્યક્તિ મારો દીકરો નથી.' ઘણા ફોરેન્સિક નિષ્ણાતોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આંખોને લઈને સવાલ ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીટીવીમાં કેદ થયેલા વ્યક્તિની આંખો મોટી છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન તો નાચવા લાગ્યા, ખરેખર ચપ્પુ વાગ્યું પણ હતું કે નહીં?: ભાજપના મંત્રીનો સવાલ
અત્યાર સુધી પોલીસે આ સવાલનો કોઈ જવાબ આપ્યો નથી. કોર્ટમાં હાજર થયા પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.
સૈફ અલી ખાન પરના હુમલા અંગેના સવાલ
દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના મંત્રી નિતેશ રાણે કહે છે કે, 'જો સૈફ અલી પર આટલો જીવલેણ હુમલો થયો હોત, તો તે હોસ્પિટલમાંથી ફીટ કેવી રીતે બહાર આવ્યો? સૈફ અલીના મેડિકલ રિપોર્ટમાં ઘણું બધું કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે સારી રીતે ચાલી રહ્યો હતો.'
નિતેશ રાણેએ સવાલ પૂછ્યો છે કે શું ખરેખર હુમલો થયો હતો? રાણેએ સૈફ અલીને પ્રતિકાત્મક રીતે કચરો પણ કહ્યો છે.
પોલીસ આરોપી અને સૈફનો સામનો કરાવશે
હુમલો કરનાર આરોપી અસલી છે કે નકલી, તે ફક્ત સૈફ અલી ખાન જ ઓળખી શકે છે. કારણ કે સૈફ અલીનો હુમલાખોર સાથે સીધો મુકાબલો થયો હતો. સૈફ અલીને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી પોલીસે રૂબરૂ પરેડ નથી કરાવી.
નિષ્ણાતોનું કહેવું છે કે જો તપાસ દરમિયાન કેસ મજબૂત નહીં થાય તો આગામી સમયમાં આ કેસમાં પોલીસનું ટેન્શન વધી શકે છે.




