India

સમુદ્રમાં ઓઇલ-ગેસ શોધવા રૂ. 84 હજાર કરોડની સમુદ્ર મંથન યોજનાને મંજૂરી

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા અને આયાત નિર્ભરતા ઘટાડવા ₹84,084 કરોડની 'સમુદ્ર મંથન નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ'ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ઊંડા અને અતિ ઊંડા સમુદ્રી ક્ષેત્રોમાં તેલ-ગેસની શોધ માટે નાણાકીય સહાય અપાશે. આગામી 5 વર્ષમાં 60 કૂવા માટે બજેટ સહાય મળશે, જેમાં સરકાર ડ્રિલિંગ ખર્ચના 50% અથવા ₹650 કરોડ સુધીનો બોજ ઉઠાવશે. આનાથી સ્થાનિક ઉત્પાદન વધશે અને આત્મનિર્ભરતા મજબૂત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમુદ્રમાં ઓઇલ-ગેસ શોધવા રૂ. 84 હજાર કરોડની સમુદ્ર મંથન યોજનાને મંજૂરી

નવી દિલ્હી : ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા તેમજ આયાતિત કાચા તેલ તેમજ પ્રાકૃતિક ગેસ પર નિર્ભરતા ઓછી કરવાના હેતુથી રૂા. ૮૪,૦૮૪ કરોડની સમુદ્ર મંથન નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમને મંજૂરી આપી છે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત ઊંડા અને અતિ ઊંડા સમુદ્રી ક્ષેત્રોમાં તેલ-ગેસની શોધને નાણાંકીય સહાયતા આપવામાં આવશે, જેનાથી અત્યાર સુધી ન શોધાયેલા ભંડારોનું ડ્રિલિંગ સંભવ થઈ શકશે.
યોજના અનુસાર સરકાર ગાઢ સમુદ્રમાં ખોદવામાં આવતા પ્રત્યેક એક્સપ્લોરેશન વેલના ડ્રિલિંગ ખર્ચના પચાસ ટકા અથવા અધિકતમ રૂા. ૬૫૦ કરોડ, જે પણ ઓછા હોય, તેનો બોજ ઉપાડશે. આગામી પાંચ વર્ષોમાં કુલ ૬૦ ડીપ વોટર અને અલ્ટ્રા ડીપ વોટર કુવા માટે બજેટીય સહાયતા ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે આ સહિયારા માળખાકીય વિકાસ માટે પણ આંશિક નાણાંકીય સહયોગ આપવામાં આવશે.
અત્યાર સુધી ખાનગી કંપનીઓ અત્યાધિક જોખમ અને અનિશ્ચિત લાભને કારણે નવી શોધ પરિયોજનાઓથી અંતર જ બનાવતી રહી છે.
જો વ્યાવસાયિક રૂપે ઉપયોગી હાઈડ્રોકાર્બન ન મળે તો સમગ્ર રોકાણ નુકસાનમાં પરિવર્તિત થઈ જાય. એથી જ કંપનીઓ મુખ્યત્વે અગાઉ શોધવામાં આવેલા ક્ષેત્રોમાં જ ઉત્પાદનમાં રોકાણ કરતી હતી, જ્યારે નવી શોધ ગતિવિધિઓ સીમિત જ રહી.
રૂા. ૮૪,૦૮૪ કરોડના આ પેકેજમાંથી રૂા. ૪૩,૨૦૦ કરોડ વિશેષ રૂપે ગાઢ સમુદ્રમાં ડ્રિલિંગ માટે નિર્ધારીત કરાયા છે. આ રકમ ૨૦૩૧ સુધી ચાલનાર પાંચ વર્ષીય કાર્યક્રમ દરમ્યાન પ્રસ્તાવિત ૬૦ કુવાઓ પર ખર્ચ થશે. સરકારના મતે આ યોજના ઘરેલુ ઊર્જા ઉત્પાદન વધારવામાં, રોકાણ આકર્ષિત કરવામાં અને ભારતની દીર્ઘકાલિન ઊર્જા આત્મનિર્ભરતાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.