Get The App

'પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા', રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
'પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા', રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન 1 - image


Ajit Pawar Death: મહારાષ્ટ્રના રાજકારણમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશમાં આકસ્મિક નિધન બાદ હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. NCP (શરદ પવાર)ના નેતા રોહિત પવારે આ વિમાન દુર્ઘટનાની પરિસ્થિતિઓ સામે ગંભીર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, 'અજિત પવારના મોતને લઈને દરેકના મનમાં અનેક સવાલો છે.'

10 ફેબ્રુઆરીએ વિગતવાર પ્રેઝન્ટેશનની જાહેરાત

રોહિત પવારે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક વિગતવાર પ્રેઝન્ટેશન આપશે. જેમાં આ અકસ્માત પાછળના કારણો અને તે કેવી રીતે સર્જાયો હશે તે અંગેના તથ્યો રજૂ કરવામાં આવશે. બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ગંભીર નિવેદન આપ્યું હતું.

ચૂંટણી અને પાર્ટીના વિલય પર મોટું નિવેદન

રાજ્યમાં શનિવારે 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિઓ માટે મતદાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીએ થયેલી આ દુર્ઘટનાને કારણે ચૂંટણીઓ લંબાવવામાં આવી હતી. રોહિત પવારે ભાવુક થતા કહ્યું કે, "અજિત દાદા દિલથી ઈચ્છતા હતા કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ જૂથો ફરી એક થઈ જાય. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ પરિવાર એકજૂથ છે અને પક્ષના વિલય માટેના પ્રયાસો ચાલુ રહેશે."C

અસલી મનછા શું હતી?

તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ એ પણ સ્પષ્ટ કરશે કે આ વિલય પાછળની અસલી મનછા શું હતી અને અજિત પવારનો નિર્ણય રાજકીય હતો કે ભાવનાત્મક, હાલમાં જિલ્લા પરિષદ માટેશરદ પવારની NCP (SP) અને અજીત પવારની NCP બંને પાર્ટીઓ 'ઘડિયાળ'ના નિશાન પર સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

સંજય રાઉતનો સરકાર પર પ્રહાર

બીજી તરફ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પણ વધતાં વિવાદમાં હાથ શેકી લીધા છે. રાઉતે કહ્યું કે માત્ર રોહિત પવાર જ નહીં, પરંતુ અજિત પવારના નજીકના સાથીઓ જેવા કે ધારાસભ્ય અમોલ મિટકરી અને મંત્રી છગન ભુજબળ પણ અજિત પવારના પ્લેન ક્રેશ મોત પર શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શંકા દૂર કરવાને બદલે કહી રહ્યા છે કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ.

આ પણ વાંચો: રોહિત-વિરાટને મોટો ફટકો : BCCIના ગ્રેડ-A કોન્ટ્રાક્ટમાંથી ડિમોશન, A+ ગ્રેડ નાબૂદ, જુઓ લિસ્ટ

રાઉતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે, 'જ્યારે પરિવાર અને મિત્રો સવાલ ઉઠાવી રહ્યા હોય, ત્યારે ભાજપ નેતૃત્વને આટલી તકલીફ કેમ થઈ રહી છે? કોઈને ધમકાવવાની જરૂર નથી.