India

ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં જુલાઇમાં રીટેલ ફુગાવો વધીને 4.45 ટકા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: ડુંગળી અને આદુ સહિતની ખાદ્ય ચીજો મોંઘી થતા જુલાઈમાં રીટેલ ફુગાવો વધીને 4.45% થયો છે. NSOના આંકડા મુજબ, જુલાઈમાં ખાદ્ય ફુગાવો 5.52% રહ્યો, જે જૂનમાં 5.32% હતો. RBIના સરેરાશ લક્ષ્યાંકથી સતત બીજા મહિને ફુગાવો વધુ રહ્યો, જે ચિંતાનો વિષય છે. તેલંગણામાં સૌથી વધુ 6.32% ફુગાવો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં જુલાઇમાં રીટેલ ફુગાવો વધીને 4.45 ટકા
  • જૂનમાં સીપીઆઇ આધારિત રીટેલ ફુગાવો ૪.૩૮ ટકા હતો
  • એનએસઓએ જાહેર કરેલા આંકડા મુજબ જુલાઇમાં ખાદ્ય ફુગાવો ૫.૫૨ ટકા રહ્યો છે જે જૂનમાં ૫.૩૨ ટકા હતો

નવી દિલ્હી : ડુંગળી અને આદુ સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાના કારણે જુલાઇમાં રીટેલ ફુગાવો વધીને ૪.૪૫ ટકા નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રીટેલ ફુગાવો રિઝર્વ બેંકનાં સરેરાશ લક્ષ્યાંકથી સતત બીજા મહિને વધુ રહ્યો છે.
જૂનમાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ૪.૩૮ ટકા હતો. જુલાઇમાં બેઝ વર્ષ ૨૦૨૪ સાથે નવી શ્રેણી જાન્યુઆરીથી અમલમાં આવી ત્યારથી જુલાઇનો ફુગાવો સૌથી વધારે છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરાયેલા સીપીઆઇ ડેટા અનુસાર જુલાઇમાં ખાદ્ય ફુગાવો જૂન મહિનાનાં ૫.૩૨ ટકાથી વધીને ૫.૫૨ ટકા થયો છે.
ડુંગળીમાં ફુગાવો જૂનમાં ૪.૭૩ ટકાથી નોંધપાત્ર રીતે વધીને ૨૨.૫૪ ટકા થયો છે. આદુમાં ૮૩.૬૨ ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. લસણમાં પણ નોંધપાત્ર ભાવવધારો જોવા મળ્યો છે. બીજી તરફ બટાકા, ભીંડા, વટાણા અને ટામેટામાં ફુગાવો નકારાત્મક જોવા મળ્યો છે. એનએસઓનાં ડેટા અનુસાર જુલાઇમાં તેલંગણામાં સૌથી વધુ ફુગાવો ૬.૩૨ ટકા રહ્યો છે જ્યારે મિઝોરમમાં સૌથી ઓછો ફુગાવો ૧.૮૪ ટકા રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે આરબીઆઇને રીટેલ ફુગાવો ૪ ટકા રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. બંને બાજુ બે ટકાનાં માર્જિન સાથે તે ચાર ટકા પર રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
આરબીઆઇનાં અંદાજ મુજબ રીટેલ ફુગાવો ૨૦૨૬-૨૭નાં પ્રથમ કવાર્ટરમાં ૪.૧ ટકા, બીજા કવાર્ટરમાં ૪.૭ ટકા, ત્રીજા કવાર્ટરમાં ૫.૯ ટકા અને ચોથા કવાર્ટરમાં ૫.૫ ટકા રહેશે.
એનએસઓ દેશનાં ૧૪૦૭ શહેરો અને ૧૪૬૫ ગામડાઓનાં બજારોમાંથી ભાવ એકત્રિત કરી રીટેલ ફુગાવાનો દર નક્કી કરે છે.