ભારત સાથેના સંબંધો તો નૈસર્ગિક છે : મતભેદો હોઈ શકે તેથી મંત્રણા ન થંભાવાય : બાંગ્લાદેશના હાઈ કમીશનર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ભારત સ્થિત બાંગ્લાદેશના હાઈકમીશનર રિયાઝ હમીદુલ્લાહે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને નૈસર્ગિક અને સહજ કહેતા જણાવ્યું હતું કે તે સંબંધો પારસ્પરિક સંબંધો આધારિત છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે મતભેદો તો હોય જ શકે, પરંતુ, તે મતભેદોને લીધે મંત્રણા ન થંભાવાય. આ સાથે હમીદુલ્લાહે બંને દેશો વચ્ચેની ભૌગોલિક નિકટતા અને જનતા-જનતા વચ્ચેની કડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે કહ્યું હતું કે આપણે તે સંબંધો ટકાવી રાખવા પણ અનિવાર્ય છે. તેઓએ સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે ઘણી બાબતોમાં અભિગમો જુદા પડે છે. છતાં આપણે મંત્રણાઓ તો ચાલુ જ રાખવી જોઈએ.
પોતાના કાર્યકાળની સમાપ્તિ પૂર્વે બાંગ્લાદેશના ઉચ્ચાયુક્તે આપેલા વિદાય પ્રવચન સમયે ભારતના અગ્રીમ રાજકારણીઓ અને વિદ્વાનો જેવા કે મણીશંકર ઐયર, એમ.જે.અકબર, સૈયદા હમીદ, જ્યોતિ મલ્હોત્રા અને આશિષ નાન્દી પણ ઉપસ્થિત હતાં.
હમીદુલ્લાહે આ વક્તવ્ય બાંગ્લાદેશમાં યોજાતા ઇલીશ-ફેસ્ટીવલ સમયે આપ્યું હતું. તે યોગાનુયોગ હતો. આ માછલી ભારત તથા બાંગ્લાદેશ બંનેમાં પણ બહુ લોકપ્રિ છે. તેમ હળવી હળવી ક્ષણોમાં કહ્યું હતું. સાથે કહ્યું હતું કે આપણે જો સુરીલું સંગીત વહાવવા માગીએ તો મુખ્ય તારને ધુ્રજાવવો જોઈએ.
અંતમાં તેઓના દોઢ વર્ષના કાર્યકાળની સમાપ્તિ સમયે આપેલાં આ વક્તવ્યમાં હમીદુલ્લાહે ભારતના અગ્રીમ રાજકારણીઓ, સાથે ભારતના જન-સામાન્યનો પણ આભાર માન્યો હતો. નિરીક્ષકો કહે છે કે પહેલાં માલદીવ, શ્રીલંકા અને નેપાળ પણ ચીન તરફે વળ્યા હતા, તેમ જ બાંગ્લાદેશ પણ ચીન તરફી વળ્યું હતું. પરંતુ ભારતે જે રીતે માલદીવ, શ્રીલંકા અને નેપાળને તેમની કટોકટી સમયે ખભે ખભા મીલાવી સહાય કરી હતી તે જોઈ હવે બાંગ્લાદેશ પણ સમજી ગયું છે અને ભારત વિરોધી વલણ છોડી લાઈન ઉપર આવી ગયુ ંહોય તેમ લાગે છે.




