India

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેન્ક(RBI) એ વર્ષ 2026 માટે આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો 16 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર ઓનલાઇન અરજી કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

RBI Assistant Recruitment 2026: ભારતીય રિઝર્વ બેન્ક(RBI) એ વર્ષ 2026 માટે આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો 16 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર ઓનલાઇન અરજી કરી શકશે. 

20થી 28 વર્ષની વયના ઉમેદવારો માટે તક

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે, જ્યારે અનામત વર્ગ માટે માત્ર પાસિંગ માર્ક્સ પૂરતા છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન અને જે-તે રાજ્યની સ્થાનિક ભાષા પર પકડ હોવી આવશ્યક છે. વયમર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જોકે સરકારી નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે.

ભથ્થાં સાથે આશરે રૂ. 58,514 સુધીનો પગાર

પગાર ધોરણની વાત કરીએ તો, પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 29,000 મૂળ પગાર સાથે ભથ્થાં મળીને કુલ માસિક પગાર આશરે 58,514 રૂપિયા(HRA સિવાય) મળશે, જે મહત્તમ રૂ. 78,640 સુધી પહોંચી શકે છે. અરજી ફી તરીકે સામાન્ય, OBC અને EWS ઉમેદવારોએ 450 રૂપિયા + 18% GST ચૂકવવો પડશે, જ્યારે SC, ST અને દિવ્યાંગો માટે માત્ર 50 રૂપિયા + GST નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન

આ ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે

સૌ પ્રથમ 100 માર્ક્સની પ્રારંભિક પરીક્ષા(Prelims) 11 એપ્રિલ, 2026ના રોજ લેવામાં આવશે. ત્યારબાદ તેમાં સફળ ઉમેદવારો માટે 200 માર્ક્સની મુખ્ય પરીક્ષા(Mains) 07 જૂન, 2026ના રોજ યોજાશે. અંતિમ તબક્કામાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ(LPT) લેવામાં આવશે, જે માત્ર પાસ કરવાની રહેશે. મુખ્ય પરીક્ષાના ગુણ અને LPTના આધારે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો