Get The App

રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવતા NDAને જ ફાયદો, કોંગ્રેસ અને NCP ગુસ્સે ભરાશે: દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવતા NDAને જ ફાયદો, કોંગ્રેસ અને NCP ગુસ્સે ભરાશે: દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી 1 - image


Ramdas Athawale Reaction On Raj Thackeray and Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'બંને મરાઠીના મુદ્દે એક સાથે આવ્યા છે, એ સારી વાત છે. મરાઠીનું અમને પણ અભિમાન છે. મરાઠી દરેકને બોલતા આવડવું જોઈએ એ પણ વાત સાચી છે.'

રામદાસ અઠાવલેએ દાવો કર્યો કે, રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવતા અમારી મહાયુતિ(NDA)ને જ ફાયદો છે. જ્યારે મહાવિકાસ અઘાડી(MVA)માં ભાગલા પડશે અને કોંગ્રેસ અને NCP અલગ થશે. ઉદ્વવ ઠાકરેને ત્યાંથી બહાર આવવાનું પડશે. કારણકે રાજ ઠાકરેનું એવું કહેવું છે કે, 'આપણે સાથે ચાલવાથી અન્ય કોઈની પણ જરૂરત નથી.'

'જોઈએ ક્યાં સુધી સાથે રહે છે...'

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'બંને સાથે આવ્યા છે તો જોઈએ કેટલા સમય માટે એકસાથે રહે છે. મરાઠી ભાષાના મુદ્દે જેમણે રેલી રાખી હતી, તેની હવા નીકાળવાનું કામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. રેલીના પહેલા જ ફડણવીસે સ્કૂલોમાં હિંદી ભણાવવાને લઈને જાહેર કરાયેલા સરકારી આદેશને રદ કર્યો.'

'ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી'

તેમણે કહ્યું કે, 'આપણે વિજય રેલી યોજવી જોઈતી હતી. તેમની વિજય રેલીનો કોઈ અર્થ નથી. તેમને લાગે છે કે આ અમારી રેલીને કારણે થયું છે પરંતુ આવું નથી. અમારી સરકારે બધા મરાઠી લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જો બંને ભાઈઓ સાથે આવે તો કોઈ ફરક પડશે નહીં. ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી. વાસ્તવિક શિવસેના એકનાથ શિંદેની છે. તેથી જ ઘણા લોકો એકનાથ શિંદે સાથે છે. એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યો આવ્યા હતા.'

આ પણ વાંચો: ગુજરાતી હોય કે ગમે તે... મરાઠી આવડવી જોઈએ, ડ્રામા કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરેની ધમકી

રાજ ઠાકરેને લઈને રામદાસે કહ્યું કે, 'રાજ ઠાકરેની મોટી મોટી સભાઓ થાય છે. બહુ સારી વાત છે. એક વક્તા તરીકે રાજ ઠાકરે મજબૂત નેતા છે. પરંતુ તેમને મત મળતા નથી. હાલ તો તેમના એક પણ ધારાસભ્ય નથી. એક વખત 13 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે બંને એક સાથે આવવાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઈ ફર્ક નહી પડે. ફર્ક પડશે તો મહાવિકાસ અઘાડી પર પડશે.'

Tags :