India

'ભાજપનો દર છઠ્ઠો સાંસદ વોટ ચોરી કરીને જીત્યો...', બંગાળ ચૂંટણી બાદ રાહુલ ગાંધી આક્રમક

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, ક્યારેક બેઠકોની ચોરી કરવામાં આવે છે તો ક્યારેક આખેઆખી સરકારની.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભાજપનો દર છઠ્ઠો સાંસદ વોટ ચોરી કરીને જીત્યો...', બંગાળ ચૂંટણી બાદ રાહુલ ગાંધી આક્રમક

Rahul Gandhi Tweet on BJP: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે, ક્યારેક બેઠકોની ચોરી કરવામાં આવે છે તો ક્યારેક આખેઆખી સરકારની.

ભાજપના સાંસદોને ગણાવ્યા ઘૂસણખોર

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, "લોકસભાના ભાજપના 240 સાંસદોમાંથી દર છઠ્ઠો સાંસદ વોટની ચોરી કરીને જીત્યો છે". તેમણે ભાજપની જ પરિભાષાનો ઉપયોગ કરીને વ્યંગ કર્યો કે, "આવા સાંસદોને ઓળખવા મુશ્કેલ નથી, શું તેમને ભાજપની ભાષામાં ઘૂસણખોર' કહેવા જોઈએ?. વધુમાં તેમણે હરિયાણા સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ત્યાં તો આખી સરકાર જ ઘૂસણખોર છે.



આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસનો TVK ને સમર્થનના સંકેત, છતાં સુપરસ્ટાર વિજય નહીં બનાવી શકે સરકાર!

ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ ભાજપ પર સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે અને મતદાર યાદીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં તોડમરોડ કરે છે, તેઓ પોતે રિમોટ કંટ્રોલ્ડ છે. ભાજપને અસલી ડર માત્ર સચ્ચાઈનો જ છે. જો દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય, તો આજે ભાજપ 140 બેઠકો પર પણ જીત મેળવી શકે તેમ નથી.

સતત હુમલાખોર વલણ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના આ હાલના નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં ભાજપ તરફથી આક્રામક વલણ અપનાવાય તેવી શક્યતા છે.