Get The App

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો 1 - image


Raghav Chaddha News : આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય સંકટ ઊભું થયું છે. પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે તેઓ અન્ય 6 સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, આ જોડાણ પાછળ એક મહત્વની ટેકનિકલ અડચણ સામે આવી રહી છે.

ટેકનિકલ અડચણ કઇ? 

રાઘવ ચઢ્ઢાનો દાવો છે કે AAPના રાજ્યસભાના કુલ સાંસદોમાંથી બે તૃતીયાંશ (2/3) એટલે કે 10માંથી 7 સાંસદો તેમની સાથે છે. આ વિલયને કાયદેસર માન્યતા અપાવવા માટે રાઘવ ચઢ્ઢાએ તમામ 7 સાંસદોની સહી વાળો પત્ર રાજ્યસભાના સભાપતિને સોંપ્યો છે. બંધારણના પક્ષાંતર વિરોધી કાયદા મુજબ, જ્યાં સુધી રાજ્યસભાના સભાપતિ આ વિલયને સત્તાવાર મંજૂરી ન આપે ત્યાં સુધી આ સાંસદો સત્તાવાર રીતે ભાજપના સભ્ય ગણાશે નહીં.

ગેરહાજર 4 સાંસદો ક્યાં છે?

જોકે 7 સાંસદોના ભાજપમાં વિલયની વાત છે, પરંતુ મીડિયા સમક્ષ માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. બાકીના 4 સાંસદો અંગે નીચે મુજબની વિગતો મળી રહી છે:

સ્વાતિ માલીવાલ: હાલમાં ઉત્તર-પૂર્વ ભારતમાં રજા પર છે.

હરભજન સિંહ: IPL 2026 માં વ્યસ્ત હોવાનું જણાવાયું છે.

રાજેન્દ્ર ગુપ્તા: વિદેશમાં સારવાર હેઠળ છે.

વિક્રમજીત સાહની: દિલ્હીમાં છે પરંતુ નાદુરસ્ત તબિયતનું કારણ આપી મૌન સેવ્યું છે.

રાઘવ ચઢ્ઢાનો 'આપ' પર પ્રહાર

પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, "જે પાર્ટીને મેં લોહી-પરસેવાથી સીંચી હતી, તે હવે પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. મને અનુભવાયું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. હવે હું જનતાના હિત માટે ભાજપ સાથે કામ કરીશ."