- યુપી અને કર્ણાટકમાં પણ શિયાઓ રસ્તા પર ઉતર્યા
- ખામેનેઇએ ૧૯૮૬માં કર્ણાટકના જે ગામની મુલાકાત લીધી હતી ત્યાં મૌન પળાયું
- આજે ટ્રમ્પ-નેતન્યાહુના પુતળા દહન સાથે વિરોધ કરવા શિયા મુસ્લિમ લો બોર્ડની જાહેરાત
ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાકૂબ અબ્બાસે કહ્યું હતું કે સોમવારે વિરોધ પ્રદર્શન કરીશું અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પુતળાનું દહન કરીશું. સમગ્ર દેશના શિયા મુસ્લિો ત્રણ દિવસ સોક પાળશે. પંજાબના લુધિયાણામાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા અને પુતળા દહન કરાયું હતું. કર્ણાટકના ચિક્કાબાલ્લાપુરમાં મૌન પાળવામાં આવ્યું હતું, સામે ચાલીને લોકોએ દુકાનો, શોપિંગ સેન્ટર વગેરે બંધ રાખ્યા હતા. આ એ જ જિલ્લો છે કે જ્યાં એક સમયે ખામેનેઇએ મુલાકાત લીધી હતી અને શિયાઓ માટેની કેટલીક ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૮૬માં અહીંના અલીપુરામાં ખામેનેઇએ મુલાકાત લીધી હતી.


