India

પંજાબમાં વિદ્યાર્થિની પર રેપ મુદ્દે રોષ તોડફોડ, નેશનલ હાઇવે બ્લોક કરાયો

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
પંજાબના ફગવાડામાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની પર કથિત બળાત્કારની અફવા ફેલાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. તેમણે કેમ્પસમાં તોડફોડ કરી અને દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે બ્લોક કર્યો. હોસ્ટેલના પ્લમ્બર દ્વારા બળાત્કાર કરાયાનો આરોપ લગાવી, વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું. 3 જિલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે FIR દાખલ થઈ છે અને SIT રચાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબમાં વિદ્યાર્થિની પર રેપ મુદ્દે રોષ તોડફોડ, નેશનલ હાઇવે બ્લોક કરાયો

અમૃતસર : પંજાબમાં ખાનગી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, એક વિદ્યાર્થિની પર બળાત્કાર થયાની માહિતી વહેતી થતા વિદ્યાર્થીઓ વિરફર્યા હતા. માત્ર કેમ્પસ જ નહીં બહાર પણ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કરી દીધો હતો.
પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ ખાનગી યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની પર કથિત રેપની માહિતી કેમ્પસમાં ફેલાઇ હતી. વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને બાદમાં તમામ વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધુ હતું. કેમ્પસમાં ભારે તોડફોડ કરી હતી, કેટલાક સામાનને આગ લગાવી દીધી હતી. આંદોલને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ બાદમાં દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે પર ચડયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે કલાકો સુધી હાઇવે પર અનેક વાહનો અટવાયા હતા. આંદોલનકારી વિદ્યાર્થીઓએ અમને ન્યાય જોઇએના સુત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક માસ્ક પહેરેલા વિદ્યાર્થીઓએ દુકાનોમાં તોડફોડ કરી હતી.
મોડી રાત્રે એક વાગ્યે ગર્લ્સ હોસ્ટેલ પાસે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં રહીને આ યુનિ.માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર બે દિવસ પહેલા પ્લમ્બર દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઇ પણ કોઇ જ પગલા લેવામાં નહોતા આવ્યા. જ્યારે યુનિ. પ્રશાસને કહ્યું હતું કે માત્ર અફવાઓ છે, રેપની કોઇ જ ઘટના નથી બની. બીજી તરફ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણ જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, હાલ આ સમગ્ર મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
જોકે આરોપીની ધરપકડ સહિતની માગણી સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ રાખ્યું હતંુ. કેટલાક વિદ્યાર્થીઓ સૈન્યના ઉપયોગમાં લેવાતા ટેન્ક અને મિગ-૨૩ વિમાનો પર પણ ચડી ગયા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પંજાબ સરકારે સમગ્ર મામલે એસઆઇટીની રચના કરી છે.