India

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો...', લોકસભામાં બોલ્યા પ્રિયંકા ગાંધી

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પરની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા આરક્ષણના ઈતિહાસ અને તેના અમલની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. ચર્ચાની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'દેશમાં મહિલા આરક્ષણની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી.' તેમણે કરાચી અધિવેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આ પ્રસ્તાવ લાવ્યા હતા, પરંતુ તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.'

Summarized by AI; it may make mistakes. Check important info

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો...', લોકસભામાં બોલ્યા પ્રિયંકા ગાંધી

Priyanka Gandhi On Women Reservation Bill : લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પરની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા આરક્ષણના ઈતિહાસ અને તેના અમલની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. ચર્ચાની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'દેશમાં મહિલા આરક્ષણની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી.' તેમણે કરાચી અધિવેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આ પ્રસ્તાવ લાવ્યા હતા, પરંતુ તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.'

કોંગ્રેસ સાંસદે વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવ્યો

વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવતા પ્રિયંકાએ કહ્યું કે, 'મહિલા આરક્ષણ 2029 સુધીમાં લાગુ થવું જોઈએ, તેમાં અમે સંમત છીએ, પરંતુ તે માટે સીટોની સંખ્યા 50 ટકા વધારીને 850 કરવી પડશે. આ માટે બેઠકો વધારવાનું કામ કરવા માટે સીમાંકન પંચ બનાવાવમાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ગંધનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે તેમાં સંપૂર્ણ ભેળવાયેલી છે. 2023માં પાસ કરાયેલા વિધેયકમાં જનગણના અને સીમાંકરનો ઉલ્લેખ હતો, જે હવેના બિલમાં નથી, તેથી હવે કેમ તેનો ઉલ્લેખ નથી, મન બદલાઈ ગયું... કેન્દ્ર સરકાર જૂના આંકડાઓને કેમ આગળ વધારવા માંગે છે, ઉતાવળ કેમ કરે છે. જ્યાં સુધી જાતિગત જનગણના નહીં થાય, ત્યાં સુધી તમામ વર્ગોને યોગ્ય હિસ્સો મળી શકશે નહીં.' 

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

કેન્દ્ર સરકાર પર OBC વર્ગના હક છીનવવાનો આરોપ

પ્રિયંકા ગાંધીએ સરકાર પર ઓબીસી વર્ગના હક છીનવવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'વડાપ્રધાન આ વિધેયક દ્વારા ઓબીસી વર્ગના અધિકારોને નકારવા માંગે છે.' સીમાંકનની પ્રક્રિયા પર સવાલ કરતા તેમણે કહ્યું કે, 'કેટલાક પ્રદેશોની તાકાત ઘટાડીને લોકશાહીના લીરેલીરા ઉડાડી પોતાની પાર્ટીની મજબૂતી નક્કી કરવામાં આવી રહી છે.' તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, 'સરકાર વર્તમાન ૫૪૩ બેઠકોમાં જ ૩૩ ટકા આરક્ષણની જાહેરાત કેમ નથી કરી દેતી?'

આ પણ વાંચો : નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ