તારીખ ટાંકી લેજો! પાવરફૂલ ત્રિગ્રહી યોગનું થશે નિર્માણ, 3 રાશિના જાતકોને ત્યાં થશે ધનના ઢગલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Astrology Horoscope: 17 ઓક્ટોબરે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 16 નવેમ્બર સુધી ત્યાં જ બિરાજમાન રહેશે. તુલા રાશિમાં સૂર્યના આવવાથી એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવાનો છે. તુલા રાશિમાં શુક્ર અને બુધ પહેલાથી જ છે. બંને ગ્રહોની યુતિથી અહીં લક્ષ્મી નારાયણ રાજયોગ બનેલો છે. સૂર્ય જ્યારે તુલા રાશિમાં પહોંચશે ત્યારે બુધ સાથે બુધાદિત્ય અને શુક્ર સાથે શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. આ દુર્લભ સંયોગ ત્રણ રાશિઓ માટે ફળદાયી રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના સાહસ અને પરાક્રમમાં વધારો શક્ય છે. આત્મવિશ્વાસ વધવાથી કારકિર્દીમાં મોટી સફળતા મેળવશો. લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળી શકે છે. અટકેલા કામ પૂરા થવાના યોગ છે. નોકરીયાત લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. પગાર વધવાના યોગ બની શકે છે. વેપાર કરનારાઓને પણ ફાયદો મળી શકે છે. કારોબારમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના છે. નાણાકીય સ્થિતિ પણ પહેલા કરતા ઘણી સારી રહેવાની છે.
તુલા રાશિ
સૂર્યનું આ ગોચર તુલા રાશિમાં જ થશે. એવામાં આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. નોકરી અને વેપારમાં પદ-પ્રતિષ્ઠા વધી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ મળી શકે છે. નવી જવાબદારીઓ પણ મળશે. કારકિર્દીમાં ફેરફારની તકો આવી શકે છે. આવકમાં સુધારાના યોગ છે. આવકના સ્ત્રોત એકથી વધુ હોઈ શકે છે. રૂપિયા-પૈસા સરળતાથી તમારી પાસે આવશે. નોકરી અને વેપાર બંનેમાં આગળ વધવાની તકો મળી શકે છે. સાવધાની અને ધીરજ સાથે કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધુ રહેશે.
મકર રાશિ
મકર રાશિ વાળા માટે સૂર્યનું તુલા રાશિમાં ગોચર કારકિર્દી સાથે જોડાયેલા મામલાઓમાં બદલાવ લાવી શકે છે. નોકરી અને વેપારમાં માન-સન્માન વધી શકે છે. કાર્યક્ષેત્રમાં એક સાથે ઘણી સિદ્ધિઓ મળી શકે છે. નવી જવાબદારીઓ મળવાના યોગ છે. પ્રમોશન-પગાર વધારા જેવા યોગ બનતા દેખાઈ રહ્યા છે. કારકિર્દીમાં ફેરબદલની સ્થિતિ બની શકે છે. કામકાજ સાથે જોડાયેલા મામલાઓમાં લાભ મળી શકે છે. આવકમાં સુધારાના સંકેત છે. જોકે, મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે વધારાની સાવધાની રાખવી જરૂરી રહેશે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.




