Sports

'જે હું ન કરી શક્યો તે રોહિત કરી બતાવે': રિટાયરમેન્ટ પહેલાં સુનિલ ગાવસ્કરની હિટમેનને ભાવુક અપીલ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને ભાવુક અપીલ કરી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 92 રને આઉટ થયા બાદ ગાવસ્કરે જણાવ્યું કે, રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લે ત્યારે તેની વનડે સદીઓની સંખ્યા તેની ઉંમર (36) કરતાં વધુ હોવી જોઈએ. અત્યાર સુધીમાં રોહિતે 35 સદી ફટકારી છે. ગાવસ્કરે પોતાના અધૂરા સદીના અફસોસનું ઉદાહરણ આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'જે હું ન કરી શક્યો તે રોહિત કરી બતાવે': રિટાયરમેન્ટ પહેલાં સુનિલ ગાવસ્કરની હિટમેનને ભાવુક અપીલ

Gavaskar Sets Century Target For Rohit: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સુનિલ ગાવસ્કરે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને એક અનોખી અને ભાવુક અપીલ કરી છે. ગાવસ્કરનું માનવું છે કે રોહિત શર્મા જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેમના વનડે સદીઓની સંખ્યા તેમની ઉંમર કરતાં પણ વધુ હોવી જોઈએ. ગાવસ્કરે પોતાની ક્રિકેટ કારકિર્દીના અંતિમ દિવસોનું ઉદાહરણ આપતાં આ ટાર્ગેટ વિશે ખુલીને વાત કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝ સામે 92 રને આઉટ થતાં નિરાશ થયા ગાવસ્કર

વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વનડે મેચમાં રોહિત શર્માએ 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ એક મોટો શોટ રમવાના ચક્કરમાં તેઓ સદી ચૂકી ગયા હતા. રોહિતે શ્રેણીની બીજી વનડેમાં સદી ફટકારી હતી અને ગાવસ્કરને આશા હતી કે તેઓ ત્રીજી મેચમાં પણ પોતાની 36મી સદી પૂરી કરશે. આ વિશે વાત કરતાં સુનિલ ગાવસ્કરે કહ્યું,

"રોહિત 92 રને આઉટ થઈ ગયો અને હું નિરાશ થયો કે તે સદી ન બનાવી શક્યો. શક્ય છે કે વર્લ્ડ કપ 2027 પછી રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દે. પરંતુ હું અંગત રીતે ઇચ્છું છું કે જ્યારે તે સંન્યાસ લે, ત્યારે તેની વનડે સદીઓની સંખ્યા તેની ઉંમર કરતાં પણ વધારે હોવી જોઈએ. જો આવું થશે તો તે સાબિત કરશે કે ખેલાડીનું સ્ટાન્ડર્ડ અને કારકિર્દી કેટલી અસાધારણ રહી છે."

ગાવસ્કરે યાદ કર્યો પોતાનો અધૂરો અફસોસ

પોતાના સંન્યાસના દિવસોને યાદ કરતાં ગાવસ્કરે ઉમેર્યું,

"હું ઇચ્છું છું કે રોહિત એ સિદ્ધિ હાંસલ કરે. મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીના છેલ્લા વર્ષોમાં હું જેટલી સદીઓ ફટકારવા માંગતો હતો તેટલી ન બનાવી શક્યો. હું ત્રણ વખત 90થી વધુના સ્કોર પર આઉટ થયો હતો. જો મેં તે સદીઓ બનાવી લીધી હોત, તો નિવૃત્તિ સમયે મારી સદીઓની સંખ્યા મારી તત્કાલીન ઉંમર (38) જેટલી થઈ શકી હોત."

રોહિત શર્માની વનડે કારકિર્દી પર એક નજર

વેસ્ટ ઇન્ડિઝ સામે દમદાર ફોર્મમાં જોવા મળેલા હિટમેને અત્યાર સુધી પોતાની વનડે કારકિર્દીમાં શાનદાર આંકડા નોંધાવ્યા છે:

  • કુલ મેચ: 291 વનડે
  • કુલ રન: 12,120 રન
  • બેટિંગ એવરેજ: 49.27
  • સદી: 35 સદી
  • અડધી સદી: 63 અર્ધસદી