રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન: કારગિલ વિજય દિવસ, ઓપરેશન સિંદૂર, પેપર લીક અને નક્સલવાદ અંગે કહી મોટી વાતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

President Droupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે(14 ઓગસ્ટ) ભારતીય સશસ્ત્ર દળોના 'અપ્રતિમ હિંમત'ની પ્રશંસા કરી હતી. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' એ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાની ભારતની ક્ષમતા દર્શાવી અને આતંકવાદીઓ તથા તેમના સમર્થકોને સ્પષ્ટ મેસેજ આપ્યો કે, તેઓ ગમે ત્યાં છુપાય તેમને તેમના કૃત્યોનો પરિણામોનો સામનો કરવો પડશે. આમ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ, ઓપરેશન સિંદૂર, પેપર લીક અને નક્સલવાદ અંગે મોટી વાત કહી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કારગિલ વિજય દિવસ અને ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, '26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ પહેલાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂરના લોન્ચની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી. આપણા સશસ્ત્ર દળોના અસાધારણ સાહસનું સન્માન કર્યું હતું. આતંકવાદ સામેના તે ઐતિહાસિક અભિયાને ભારતીય સશસ્ત્ર દળોની ચોકસાઈ સાથે કામગીરી કરાવની ક્ષમતા પ્રદર્શિત કરી હતી.'
ભારતે ગત વર્ષે મે મહિનામાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. પહલગામમાં 26 લોકોની હત્યાના જવાબમાં આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે આ આતંકવાદી સંગઠનોના અનેક ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય
રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે ભારતના વલણ અંગે વ્યૂહાત્મક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદી નેટવર્કને આશ્રય આપનારા દેશ સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય રાષ્ટ્રીય હિતમાં અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં નિર્ણાયક પગલું હતું.
નક્સલવાદના નાબૂદ વિશે રાષ્ટ્રપતિએે શું કહ્યું?
આંતરિક સુરક્ષાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ દાયકાઓના સંઘર્ષ પછી નક્સલવાદના નાબૂદને દેશ માટે એક મોટી સિદ્ધિ ગણાવતા કહ્યું કે, 'દાયકાઓથી નક્સલવાદ રાષ્ટ્ર માટે એક ગંભીર પડકાર રહ્યો છે અને ભારતને નક્સલમુક્ત બનાવવું એ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આજે એવા વિસ્તારોમાં ઉત્સાહનું વાતાવરણ છે જે એક સમયે નક્સલવાદથી પ્રભાવિત હતા. આ પરિવર્તન સમાવિષ્ટ વિકાસ અને સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી તરફના પ્રયાસો દ્વારા લાવવામાં આવ્યું છે.' રાષ્ટ્રપતિએ બસ્તર ઓલિમ્પિક્સ અને બસ્તર પંડુમ જેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: 19 જવાનોને શૌર્ય અને 9ને કીર્તિ ચક્ર: રાષ્ટ્રપતિએ 78 વીરતા પુરસ્કારોને આપી મંજૂરી
પેપર લીકનો ઉલ્લેખ
પેપર લીકનો ઉલ્લેખનો કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના શિલ્પી છે. સરકાર જાહેર પરીક્ષાઓમાં સુધારા માટે વ્યાપક પગલાં લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય સિસ્ટમને પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગને સંપૂર્ણપણે રોકી શકાય.' રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો હતો કે, જેમ સરકાર અને સમાજ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સાથે ઉભા છે, તેમ વિદ્યાર્થીઓના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે દરેક વ્યક્તિએ સાથે મળીને કામ કરવું જોઈએ.









