India

'હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો...', તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
પ્રેમાનંદ મહારાજે ખરાબ સ્વાસ્થ્ય વચ્ચે પોતાના ભક્તો અને શિષ્યો માટે ભાવુક સંદેશ જાહેર કર્યો છે. વૃંદાવન સ્થિત કેલી કુંજ આશ્રમ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર રવિવારે 1 મિનિટ 19 સેકન્ડનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો, જેમાં મહારાજે ભક્તોને ચિંતા ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું,-'આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. બોલ્યા વગર પણ તમારા મગજમાં અમે હોઈશું. તમે નિશ્ચિંત થઈને ભજન અને નામ જપ કરતા રહો.' પ્રેમાનંદ મહારાજે પોતાના અનુયાયીઓને કહ્યું કે જે જ્યાં જે સેવામાં છે, તે તે જ સેવામાં સમર્પિત ભાવથી જોડાયેલો રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો...', તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ

Premanand Maharaj Health Update: પ્રેમાનંદ મહારાજે ખરાબ સ્વાસ્થ્ય વચ્ચે પોતાના ભક્તો અને શિષ્યો માટે ભાવુક સંદેશ જાહેર કર્યો છે. વૃંદાવન સ્થિત કેલી કુંજ આશ્રમ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર રવિવારે 1 મિનિટ 19 સેકન્ડનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો, જેમાં મહારાજે ભક્તોને ચિંતા ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું,-'આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. બોલ્યા વગર પણ તમારા મગજમાં અમે હોઈશું. તમે નિશ્ચિંત થઈને ભજન અને નામ જપ કરતા રહો.' પ્રેમાનંદ મહારાજે પોતાના અનુયાયીઓને કહ્યું કે જે જ્યાં જે સેવામાં છે, તે તે જ સેવામાં સમર્પિત ભાવથી જોડાયેલો રહે.

પ્રેમાનંદજી મહારાજની અપીલ બાદ ભક્તો ભાવુક

તેમણે ભરોસો અપાવ્યો કે ગુરુદેવ હંમેશા ભક્તોની સાથે છે અને સમય આવવા પર તે પોતે સંવાદ કરશે. પ્રેમાનંદજી મહારાજે અપીલ કરતા કહ્યું કે 'બિલકુલ ચિંતા કરશો નહીં. આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. અંતિમ વાત એ જ કે ચિંતા નથી કરવાની. ન એ ચિંતા કરવાની છે કે કેવી રીતે અમારું ઉત્થાન થશે. બોલ્યા વગર તમારા મગજમાં અમે હોઈશું.' તેમના આ સંદેશ પછી ભક્તો ભાવુક થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

17 મેથી રાત્રિ પદયાત્રા અને એકાંતિક દર્શન સ્થગિત

17 મેથી મહારાજની રાત્રિ પદયાત્રા અને એકાંતિક દર્શન બંધ છે. શિષ્યોએ જણાવ્યું હતું કે તેમની તબિયત સારી નથી. પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે અને તેમણે અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. 17 મેની રાત્રે હજારો ભક્તો તેમના દર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ મહારાજ દરરોજની જેમ વહેલી સવારે 3 વાગ્યે પદયાત્રા પર નીકળ્યાન હતા. બાદમાં શિષ્યોએ લાઉડસ્પીકર પર જાહેરાત કરીને જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર પદયાત્રા સ્થગિત કરવામાં આવી રહી છે. જેનાથી ભક્તો નિરાશ થઈને પાછા ફર્યા. જો કે ત્રણ દિવસ પહેલા મહારાજ કેલી કુંજ આશ્રમથી નીકળીને વરાહ ઘાટ સ્થિત પોતાના ગુરુ ગોવિંદ શરણ મહારાજના દર્શન માટે પહોંચ્યા હતા. સામાન્ય દિવસોમાં તેમની પદયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થાય છે.

આ પણ વાંચો: સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ

પ્રેમાનંદજીની બંને કિડની ખરાબ છે!

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજની બંને કિડની ખરાબ છે. તેમની અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ થાય છે. 13 વર્ષની ઉંમરે તેમણે બ્રહ્મચારી બનવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં પ્રેમાનંદ મહારાજનું નામ 'આર્યન બ્રહ્મચારી' રાખવામાં આવ્યું હતું. કાશીમાં તેમણે આશરે 15 મહિના વિતાવ્યા. તેમણે ગુરુ ગૌરી શરણજી મહારાજ પાસેથી ગુરુદીક્ષા લીધી. પછી તેઓ મથુરા આવી ગયા.