India

ચર્ચિત નેતા અને પ્રવક્તા શહેજાદ પૂનાવાલાનું ભાજપમાંથી રાજીનામું, 'X' પર પ્રોફાઈલ ચેન્જ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ પાર્ટી સાથે છેડો ફાડ્યાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમણે અંગત કારણોસર ભાજપના શીર્ષ નેતૃત્વને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે પોતાનું બાયો બદલી ભાજપનો ઉલ્લેખ હટાવ્યો છે, જોકે PM મોદીના આજીવન અનુયાયી તરીકે પોતાને ઓળખાવ્યા છે. 2017માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ચર્ચિત નેતા અને પ્રવક્તા શહેજાદ પૂનાવાલાનું ભાજપમાંથી રાજીનામું, 'X' પર પ્રોફાઈલ ચેન્જ

Shehzad Poonawalla Resigns from BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ પાર્ટીથી છેડો ફાડ્યાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભાજપના શીર્ષ નેતૃત્વને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોતાનું બાયો પણ બદલી નાખ્યું છે અને તેના પરથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ તેણે અંગત કારણોસર આ રાજીનામું આપ્યું છે.

સૂત્રો અનુસાર પૂનાવાલાએ પાર્ટીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રિપોર્ટ મુજબ શેહજાદ પૂનાવાલાએ પોતાના રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે. જો કે આ નિર્ણયને લઈને હજુ સુધી પાર્ટી કે તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એક્સ પર પૂનાવાલાએ ખુદ પોતાનું અપડેટેડ બાયો શેર કર્યું છે, જેમાં ભાજપનો કોઈ ઉલ્લેખ નથી.

એક્સ બાયોમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ

શેહજાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયોમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે ખુદને વડાપ્રધાન મોદીના આજીવન અનુયાયી જણાવ્યા છે. પૂનાવાલાનું પૂરું બાયો કંઈક આ પ્રકારે છે, “ધર્મ ઇસ્લામ, સંસ્કૃતિ-હિન્દુ વિચારધારા-ભારતીય. લેખક: જીએસટી કી યાત્રા; વડાપ્રધાન મોદીના આજીવન અનુયાયી.”

કોંગ્રેસ છોડીને ભાજપમાં થયા હતા સામેલ

અગાઉ શેહજાદ પૂનાવાલા 2017 માં કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. કોંગ્રેસ છોડતી વખતે તેણે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીની પ્રક્રિયાને એક 'દેખાડો' કરાર આપી હતી. ભાજપમાં સામેલ થયા બાદ તેમને મોટી જવાબદારી મળી હતી અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ અનેક મંચો પર પાર્ટીના સૌથી મુખર પ્રવક્તાઓમાંના એક રહ્યા હતા.

પૉડકાસ્ટમાં આપ્યા હતા સંકેત

આ દરમિયાન શેહજાદ પૂનાવાલાએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં રાજકારણમાં પોતાના પ્રવાસને લઈને કેટલાક સંકેત આપ્યા હતા. તેણે એક્સ પર ખુદ આ ઇન્ટરવ્યુના કેટલાક અંશ શેર કર્યા હતા. પૉડકાસ્ટમાં શેહજાદ પૂનાવાલા જણાવ્યું હતું કે, 2024 ની ચૂંટણીઓ પછી તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેવાના વિષયમાં વિચારી રહ્યા હતા પરંતુ પછી તેઓ રોકાઈ ગયા. તેણે કહ્યું, “મેં 2024 ને મારી છેલ્લી ચૂંટણી માની લીધી હતી. સક્રિય રાજકારણમાં મને 18-19 વર્ષ થઈ ગયા છે. મેં 2006 માં જ એનએસયુઆઈ (NSUI) જોઇન કર્યું હતું.…મારી ઉંમર ઓછી છે, પણ હવે મને સક્રિય રાજકારણમાં ઘણો સમય થઈ ગયો છે.”

2024 ની ચૂંટણીઓ પછી પણ તેઓ કેમ રોકાયા?

તેણે કહ્યું હતું કે, “2024 માં મેં વિચાર્યું હતું કે મોદી જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનશે ત્યારે હું સક્રિય રાજકારણથી અલગ થઈ જઈશ. પરંતુ ત્યારે સોશિયલ મીડિયા પર મોદીના ચહેરા પર મને એક ભાવ દેખાયો, અને મેં વિચાર્યું કે આગામી એક-બે વર્ષ જે કઈ પણ મહત્વની ચૂંટણીઓ છે, તેમાં પૂરી તાકાત લગાવીને, જીતીને, પછી સક્રિય રાજકારણથી આગળ વધવાનો સમય હશે.”