India

બ્રિટનના નવા પીએમ એન્ડી બર્નહામ સાથે પીએમ મોદીની પ્રથમ ટેલિફોનિક વાતચીત: વેપારથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના નવા વડાપ્રધાન એન્ડી બર્નહમ સાથે ટેલિફોનિક વાતચીત કરી. પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવી, ભારત-યુકે સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સંમતિ સધાઈ. ટેકનોલોજી, સંરક્ષણ, ક્લીન એનર્જી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મુકાયો. વેપાર કરારથી રોકાણ અને રોજગારીની નવી તકો ખુલશે. બંને દેશો નાગરિકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનના નવા પીએમ એન્ડી બર્નહામ સાથે પીએમ મોદીની પ્રથમ ટેલિફોનિક વાતચીત: વેપારથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ

India UK Relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગ્રેટ બ્રિટનના નવા વડાપ્રધાન એન્ડી બર્નહમ (UK PM Andy Burnham) સાથે ટેલિફોન પર વાતચીત કરીને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી છે. આ સંવાદ સાથે ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે, જે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ, સુરક્ષા, ક્લીન એનર્જી, શિક્ષણ અને બે દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સમંતિ બની છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન એન્ડી બર્નહમ સાથે વાત કરીને આનંદ થયો. મેં તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. અમે ટેકનોલોજી, સંરક્ષણ, ક્લીન એનર્જી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા સંમત થયા છીએ.'

વેપાર કરારથી રોકાણ અને રોજગારીની નવી તકો ખુલશે

વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે તાજેતરમાં અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરારના લાભો મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કરારથી ભારત અને યુકે વચ્ચે વેપાર, રોકાણ અને ઉદ્યોગો માટે નવા રસ્તા ખુલશે, જેનાથી આર્થિક ભાગીદારીને નવી ગતિ મળશે.

સમાન સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે એકસાથે કામ કરવાનો સંકલ્પ

વડાપ્રધાન મોદી (PM Modi)એ ઉમેર્યું હતું કે, 'ભારત અને યુકે બંને દેશોના નાગરિકોના કલ્યાણ અને સમાન સમૃદ્ધિ માટે મળીને કામ કરશે.' નવી સરકારના આગમનથી વૈશ્વિક અને આર્થિક સ્તરે ભારત અને બ્રિટન વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.