India

'PM મોદીએ જ રાહુલને ધરણા પર બેસાડ્યા, જેથી CJPનું આંદોલન નબળું પડે': AAPનો આરોપ

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
આમ આદમી પાર્ટીએ રાહુલ ગાંધીના PM આવાસ બહારના ધરણા પર સવાલ ઉઠાવ્યા છે. સંજય સિંહે કહ્યું કે મોદીજીએ રાહુલ ગાંધીને પોતાના આવાસ પર ધરણા પર બેસાડી દીધા છે જેથી કોકરોચ જનતા પાર્ટીના ધરણાને નબળા પાડી શકાય. આતિશીએ પણ X પર લખ્યું કે, CJP 1 મહિનાથી પ્રદર્શન કરે છે, પણ મોદી સરકાર વાત નથી કરતી. જ્યારે રાહુલ ગાંધીને 1 કલાકમાં જ મંજૂરી મળી ગઈ અને વાતચીત પણ શરૂ થઈ ગઈ. કેજરીવાલ જંતર-મંતર પર પહોંચીને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'PM મોદીએ જ રાહુલને ધરણા પર બેસાડ્યા, જેથી CJPનું આંદોલન નબળું પડે': AAPનો આરોપ

AAP Allegations PM Modi Rahul Gandhi : રાહુલ અને પ્રિયંકા ગાંધીના ધરણાને લઈને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર સામે કોંગ્રેસના ધરણા પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યુ કે, કોકરોચ જનતા પાર્ટીના ધરણાને નબળા પાડવા માટે મોદીજીએ રાહુલ ગાંધીને પોતાના આવાસ પર ધરણા પર બેસાડી દીધા છે. જ્યારે દિલ્હીના પૂર્વ CM આતિશીએ પણ આ મુદ્દે સવાલો ઊભા કર્યા છે. આતિશીએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'આ કમાલ છે! CJP અને સોનમ વાંગચુક જંતર-મંતર પર 1 મહિનાથી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ મોદી સરકાર તેમની સાથે વાત કરવાનો ઇન્કાર કરે છે. બીજી તરફ રાહુલ ગાંધીને PM આવાસ બહાર વિરોધ કરવાની મંજૂરી મળી ગઈ અને 1 કલાકની અંદર જ મોદી સરકારે વાતચીત શરૂ કરી દીધી. વાહ! શું જુગલબંધી છે!'

સંજયસિંહે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

સંજય સિંહે X પર પોસ્ટ કરીને લખ્યુ કે, 'દેશના કરોડો યુવાનો માટે સોનમ વાંગચુકજી છેલ્લા 23 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જંતર-મંતર પર દેશના યુવાનો આંદોલન કરી રહ્યા છે, 20 જુલાઈના રોજ યુવાનોને બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો. કોંગ્રેસ 1 મહિનાથી આંદોલનની ટીકા કરી રહ્યુ છે, અને હવે રાહુલ ગાંધીજી કહી રહ્યા છે કે, જંતર-મંતર નહીં, અમારા ધરણામાં સામેલ થાઓ. આખરે યુવાનોના આંદોલનને કોંગ્રેસ કેમ નબળું પાડવા માંગે છે? જંતર-મંતરના આંદોલનમાં સામેલ થવાની અપીલ કોંગ્રેસ કેમ નથી કરતી?'

આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચ્યા અને 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શનકારીઓ સાથે એકજૂથતા દર્શાવી. તેમણે દાવો કર્યો કે, આ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝૂકવા માટે મજબૂર કરી દીધા છે.

CJIની પડખે AAP: કેજરીવાલ

સમારોહમાં સમર્થકોને સંબોધિત કરતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ તે પ્રદર્શનકારીઓને પૂરી કાનૂની મદદની ખાતરી પણ આપી, જેમને સોમવારે તેમના 'ચલો સંસદ' વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમની સાથે રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશી પણ હાજર હતા.

કેજરીવાલે કહ્યું, 'મને લાગે છે કે, માત્ર ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં, પરંતુ PM મોદીએ પણ રાજીનામું આપવું જોઈએ. 'મોદી હટાવો, દેશ બચાવો', પૂરી દુનિયાએ જોયું કે, કેવી રીતે તમે મોદીને પોતાની સામે ઝૂકવા માટે મજબૂર કર્યા. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે.'