India

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે, 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઇનના લોકોના હિતોની અવગણના કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ

Jairam Ramesh On PM Modi Israel Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે, 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઇનના લોકોના હિતોની અવગણના કરી રહ્યા છે.

કોંગ્રેસે મુલાકાતની આકરી ટીકા કરી

કોંગ્રેસના નેતા અને કમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાનની આ મુલાકાતની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વેસ્ટ બૅંકના કબજા હેઠળના વિસ્તારમાં પેલેસ્ટાઇનના લોકોને હાંકી કાઢવા અને વિસ્થાપિત કરવા માટે ઈઝરાયલ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. ગાઝામાં ઈઝરાયલ નિર્દયતાથી હુમલા કરી રહ્યું છે અને ઈઝરાયલ તથા અમેરિકા ઈરાન પર પણ હુમલાની યોજના બનાવી રહ્યા છે.’

નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપો : જયરામ રમેશ

જયરામ રમેશે વધુમાં લખ્યું છે કે, ‘આ બધું હોવા છતાં વડાપ્રધાન આવતીકાલે ઈઝરાયલ જઈ રહ્યા છે અને પોતાના ખાસ મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂની ઉષ્માભરી મુલાકાત કરવામાં છે, જેઓ પોતે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટાઇનના મુદ્દે મોદી સરકારના દાવા પોકળ છે. તેમના શબ્દોમાં, 'સચ્ચાઈ એ છે કે મોદી સરકારે તેમને(પેલેસ્ટાઇનીઓને) છોડી દીધા છે, એ ભૂલીને કે ભારત 18 નવેમ્બર, 1988ના રોજ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનારા શરુઆતના દેશોમાં સામેલ હતું.'

આ પણ વાંચો : 'જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ', ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

PM મોદી નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન મોદી વડાપ્રધાન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા કરારના રિન્યુઅલ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત વર્તમાન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : હવે 'કેરલમ' નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય