મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- 'આવું સ્વાગત ભારત યાદ રાખશે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Malaysia Visit: બે દિવસના મલેશિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત તેમના મલેશિયન સમકક્ષ વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કર્યું. વડાપ્રધાનનું સ્વાગત કરીને ઍરપોર્ટ ગયેલા ઇબ્રાહિમની સાથે વડાપ્રધાન મોદીએ X પર ફોટો શેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 'હું કુઆલાલંપુર પહોંચી ગયો છું. ઍરપોર્ટ પર મારા મિત્ર, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ તરફથી કરાયેલા હાર્દિક સ્વાગત માટે હું ખૂબ આભારી છું.'
વડાપ્રધાન મોદીએ ભારતીયોને કર્યા સંબોધિત
વડાપ્રધાન મોદીએ મલેશિયામાં ભારતીયોને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે, '2026માં મારો પહેલો વિદેશ પ્રવાસ છે. મલેશિયા આવવાનું મારું વચન પૂર્ણ કર્યું. મલેશિયામાં ભારત માટે પ્રેમ અને સન્માન છે. આવું સ્વાગત ભારત યાદ રાખશે. ભારત અને મલેશિયાના સંબંધોમાં મજબૂતી આવશે.'








