વિપક્ષના હંગામા વચ્ચે સંસદ ઠપ્પ, લોકસભામાં 19% અને રાજ્યસભામાં 39% કામગીરી, ચોમાસુ સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parliament Monsoon Session 2026: સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સમગ્ર કેબિનેટ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 19 ટકા અને રાજ્યસભામાં 39 ટકા જ કામગીરી થઈ શકી હતી. આ વખતે એક પણ દિવસ પ્રશ્નકાળ કે શૂન્યકાળ ચાલી શક્યો ન હતો. અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાન ચોરીના મુદ્દા પર ચર્ચા અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગને લઈને વિપક્ષી સાંસદોના હંગામા અને નારેબાજી સતત યથાવત્ રહી હતી.
સત્ર દરમિયાન સંસદમાં ભારે હંગામો
આખા સત્ર દરમિયાન માત્ર 28 અને 29 જુલાઈના રોજ ગૃહમાં સામાન્ય માહોલ જોવા મળ્યો હતો, જ્યારે 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026' પર લગભગ દસ કલાક સુધી ચર્ચા થઈ હતી. સત્રના અંતિમ દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના સન્માનમાં સભ્યોને ઊભા થવા કહ્યું હતું, અને ત્યારબાદ અનિશ્ચિતકાળ માટે ગૃહ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 20 જુલાઈથી શરૂ થયેલા આ સત્રમાં લોકસભાની કાર્ય ઉત્પાદકતા માત્ર 19% રહી છે.
સંસદની કાર્યવાહીનો દિવસવાર વિગતવાર અહેવાલ

સત્ર દરમિયાન પસાર કરાયેલા મુખ્ય વિધેયકો
હંગામા વચ્ચે પણ ગૃહમાં કેટલાક મહત્વના બિલ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા હતા.
પબ્લિક એક્ઝામિનેશન બિલ, 2026: NEET પેપર લીક વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પરીક્ષા સુધારણા માટે પસાર કરાયું.
રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ (સુધારા) વિધેયક, 2026: રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ના ગાયનને અનિવાર્ય બનાવતું વિધેયક.
કેરળ (નામ પરિવર્તન) વિધેયક: કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને 'કેરળમ' કરવા માટેનું બિલ.
આ સિવાય ખાણ અને ખનિજ સુધારા બિલ, સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ તથા કરવેરા સુધારા બિલ પસાર કરાયા.
FCRA સુધારા વિધેયક, 2026: વિદેશી ફંડિંગ સંબંધિત બિલને જેપીસી (JPC) પાસે મોકલવાનો પ્રસ્તાવ પસાર થયો.
રાજ્યસભાના 271મા સત્રના સમાપન પર સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સતત વિરોધ અને હંગામા સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, વારંવારના અવરોધોને કારણે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર સાર્થક ચર્ચા કરવાનો સમય વેડફાઈ ગયો હતો.









