India

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું 'Roast' કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય વાયુસેના (IAF) એ તેના 93મા એરફોર્સ ડેની ઉજવણી માત્ર આકાશમાં શૌર્ય બતાવીને નહીં, પણ ડિનર મેનૂ દ્વારા પાકિસ્તાનને જબરદસ્ત રીતે 'રોસ્ટ' કરીને કરી છે. એરફોર્સ ડેના સેલિબ્રેશનમાં મહેમાનો માટે રાખવામાં આવેલ આ ખાસ મેનૂકાર્ડ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું 'Roast' કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ
Image Source: IANS

Indian Air Force Viral Menu: ભારતીય વાયુસેના (IAF) એ તેના 93મા એરફોર્સ ડેની ઉજવણી માત્ર આકાશમાં શૌર્ય બતાવીને નહીં, પણ ડિનર મેનૂ દ્વારા પાકિસ્તાનને જબરદસ્ત રીતે 'રોસ્ટ' કરીને કરી છે. એરફોર્સ ડેના સેલિબ્રેશનમાં મહેમાનો માટે રાખવામાં આવેલ આ ખાસ મેનૂ કાર્ડ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે, કારણ કે દરેક ડિશનું નામ પાકિસ્તાનના એવા સ્થળો પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતીય વાયુસેનાના એરસ્ટ્રાઇકનું નિશાન બન્યા હતા.

મેનૂ કાર્ડનું ટાઈટલ છે: “93 Years of IAF: Infallible, Impervious and Precise” (IAFના 93 વર્ષ: અચૂક, અભેદ્ય અને સચોટ).

ખાણી-પીણીના નામે ઐતિહાસિક એરસ્ટ્રાઇકનો 'સ્વાદ'

આ ડિનર મેનૂમાં એવા પાકિસ્તાની શહેરો અને સ્થળોના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 2019ની બાલાકોટ એરસ્ટ્રાઇક અને તાજેતરમાં થયેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાના નિશાન બન્યા હતા.

આ પણ વાંચો: તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

સોશિયલ મીડિયા પર આ મેનૂ કાર્ડની તસવીર ધૂમ મચાવી રહી છે. લોકો ભારતીય વાયુસેનાની આ અનોખી અને મજાકિયા શૈલીના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ભારતીય વાયુસેનાએ આ મેનૂ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આકાશમાં દુશ્મનો પર પ્રિસિઝન સ્ટ્રાઇક (સચોટ હુમલો) કરે છે અને હવે ડિનર ટેબલ પર પણ તેમની નજર સચોટ છે! એક યુઝરે કોમેન્ટ કરી કે, "આ મેનૂ ખાધા પછી પાકિસ્તાનનું પેટ ખરાબ થઈ જશે!"

ભારતીય સેનાની આ સર્જનાત્મકતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ દરેક મોરચે વિજયની ભાવનાને કેવી રીતે ઉજવે છે.