Get The App

'આ 2 રૂપિયા છે, તેને...', અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
'આ 2 રૂપિયા છે, તેને...', અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન 1 - image


(IMAGE - IANS)

Owaisi 2 rupee Remark: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નિઝામાબાદમાં એક જનસભાને સંબોધતા અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ સીએમ સરમાના 'મિયા મુસ્લિમ' અને ઓટો ભાડા અંગેના વિવાદિત નિવેદનનો મજાક ઉડાવતા તેમને 'બે રૂપિયા દાનમાં આપવાની' વાત કહીને સંબોધ્યા હતા. 

ઓવૈસીએ મંચ પરથી જ કટાક્ષ કર્યો હતો કે, 'હિમંત બિસ્વા સરમા, તું કહે છે કે જો ઓટો ડ્રાઈવર મુસ્લિમ હોય તો તેને નક્કી ભાડા કરતા ઓછા પૈસા આપો. હું તને આ બે રૂપિયા આપું છું, શું તું લઈશ? શું હું તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઉં? બંધારણ પીએમ કે સીએમ દરેકને સમાન અધિકાર આપે છે અને મુખ્યમંત્રી ભેદભાવ કરી રહ્યા છે.'

શું છે આખો મામલો?

આ વિવાદની શરૂઆત હિમંત બિસ્વા સરમાના એ નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અસમના 'મિયા મુસ્લિમ'(બંગાળી મૂળના મુસ્લિમો) પોતાની દુકાનો પર સામાન અને ઓટો-રિક્ષાના ભાડામાં ઘટાડો કરીને લોકોને આકર્ષે છે. સરમાએ તેને એક ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. 

ઓવૈસીએ રિક્ષાચાલકોની કમાણી પર ટિપ્પણી કરવા બદલ સીએમને લીધા આડેહાથ

ઓવૈસીએ આ વાતનો જવાબ આપતા રેલીમાં કહ્યું કે, 'અસમનો મુખ્યમંત્રી કહી રહ્યો છે કે જો મિયા મુસ્લિમ ઓટોનું ભાડું 5 રૂપિયાને બદલે 4 રૂપિયા લે, તો તેને પૈસા ઓછા આપો. હિમંત બિસ્વા સરમા, હું તને આ 2 રૂપિયા દાનમાં આપું છું તો શું તું લઈશ?'

ઓવૈસીએ વધુમાં આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'તું એટલો નાનો માણસ છે કે એક રિક્ષાચલાવનાર ગરીબના 4-5 રૂપિયા પાછળ પડ્યો છે.' 

આ પણ વાંચો: ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે

અપમાન સહન નહીં: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે મુખ્યમંત્રી જેવા પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગરીબ રિક્ષાચાલકોની કમાણી પર આવી ટિપ્પણી કરે, ત્યારે તે તેમની હીન માનસિકતા દર્શાવે છે. ઓવૈસીએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની કોમ વિરુદ્ધ થતું કોઈપણ અપમાન સહન નહીં કરે. હાલમાં ઓવૈસીના આ આક્રમક અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.

'આ 2 રૂપિયા છે, તેને...', અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન 2 - image